Today Weather Updates : ગુજરાતમાં ઠંડીનો ચમકારો, વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં બુધવારે 8 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી લઈને 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ છે. હાવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડી શકે છે.

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં બુધવારે 8 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી લઈને 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ છે. હાવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Weather news | Gujarat winter | IMD forecast | cold wave

ઉત્તર ભારતમાં શીત લહેર photo - ANI

Today Weather latest updates, Gujarat Winter : ગુજરાતમાં શિયાળો એકદમ જામી ગયો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થતી હોવાના કારણે મેદાની વિસ્તારમાં ઠંડીની લહેર પ્રસરી છે. ગુજરાતમાં અત્યારના દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. ઠંડીના ચમકારા વચ્ચે સવારમાં ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહે છે. ગુજરાતમાં બુધવારે 8 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી લઈને 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ છે. હાવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડી શકે છે.

Advertisment

નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. અહીં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સુધી ગગડ્યું હતું. જ્યારે ઓખામાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા અમદાવાદીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા.

બુધવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ26.314.5
ડીસા27.011.3
ગાંધીનગર25.613.0
વલ્લભ વિદ્યાનગર25.315.5
વડોદરા24.816.0
સુરત26.616.2
વલસાડ29.515.0
દમણ27.018.2
ભુજ29.011.8
નલિયા27.88.2
કંડલા પોર્ટ27.514.0
કંડલા એરપોર્ટ27.812.2
ભાવનગર26.216.2
દ્વારકા28.616.0
ઓખા25.520.0
પોરબંદર30.411.2
રાજકોટ30.211.5
વેરાવળ30.016.4
દીવ31.216.3
સુરેન્દ્રનગર27.812.4
મહુવા29.413.1

ઉત્તર ભારતમાં કેવી છે ઠંડીની સ્થિતિ?

દિલ્હી એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં હજી ઠંડીમાંથી રાહત મળશે નહીં. કોલ્ડવેવના કારણે લોકોની હાલત ખરાબ છે. દિલ્હીમાં ગાઠ ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. આ સાથે જ બુધવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Advertisment

હવામાન વિભાગ અનુસાર આજે ગુરુવારે શિતલહેર રહેશે. ખરાબ મૌસમ જોવા મળશે જેના પગલે એલર્ટ જાહેર કર્યું હતું. 9 ડિસેમ્બરે હળવો વરસાદ પડવાની શંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડી વધારે વધશે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત