/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Gujarat-winter-weather-updates.jpg)
ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - ANI
Today Weather, Gujarat Winter updates : ગુજરાતમાં શિયાળો પૂરબહારમાં જામ્યો છે. આખા રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં એક તબક્કે 10 ડિગ્રી સુધી નીચે ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં 11 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. જ્યારે ગુજરાતમાં નલિયા કરતા પણ વધારે ઠંડી ડિસામાં નોંધાઈ છે. જ્યારે નલિયા જેટલું અમદાવાદ ઠંડુ બન્યું છે. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.
નલિયા જેટલું ઠંડુ થયું અમદાવાદ
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ડિસામાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જોકે, મંગળવારે રાજ્યમાં અમદાવાદ નલિયા જેટલું ઠંડુ રહ્યું હતું. અમદાવાદ 11. 5 ડિગ્રી લઘુત્તમ તપામાન નોંધાયું હતું. જ્યારે નલિયા 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન પર રહ્યું હતું. ઓખા 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું.
આ પણ વાંચોઃ- National Girl Child Day 2024: નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે 24 જાન્યુઆરીએ કેમ મનાવાય છે, શેયર કરો શુભેચ્છા સંદેશ
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 28.3 | 11.5 |
| ડીસા | 28.7 | 11.2 |
| ગાંધીનગર | 27.0 | 12.0 |
| વલ્લભ વિદ્યાનગર | 28.1 | 13.2 |
| વડોદરા | 28.8 | 11.0 |
| સુરત | 29.6 | 14.6 |
| વલસાડ | 32.0 | 14.0 |
| દમણ | 29.2 | 13.0 |
| ભુજ | 30.5 | 16.4 |
| નલિયા | 29.4 | 11.4 |
| કંડલા પોર્ટ | 28.2 | 15.0 |
| કંડલા એરપોર્ટ | 29.1 | 15.5 |
| ભાવનગર | 27.6 | 13.8 |
| દ્વારકા | 25.4 | 18.2 |
| ઓખા | 27.8 | 20.4 |
| પોરબંદર | 28.0 | 15.0 |
| રાજકોટ | 30.2 | 13.6 |
| વેરાવળ | 30.2 | 16.6 |
| દીવ | 28.5 | 12.2 |
| સુરેન્દ્રનગર | 29.8 | 13.4 |
| મહુવા | 29.6 | 10.5 |
ડીસા બન્યું ઠંડુગાર
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નલિયા કરતા પણ વધારે ઠંડી ઉત્તર ગુજરાતના છેવાડે આવેલા ડીસામાં નોંધાઈ હતી. 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું ગરમ શહેર નોંધાયું હતું.
આ ઉપરાંત 11. 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમદાવાદ પણ સૌથી ઠંડા શહેરમાં રહ્યું હતું. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં 11.2થી 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us