Gujarat Weather Today: ગુજરાતમાં કડકડતી ઠંડી, નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચ્યો, ક્યાં કેટલું તાપમાન રહ્યું?

Gujarat Weather Report Today January 25 2024: રાજ્યના પાટનગરમાં પણ નલિયા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

Gujarat Weather Report Today January 25 2024: રાજ્યના પાટનગરમાં પણ નલિયા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat winter | IMD news

ગુજરાતનો શિયાળો (Express photo by Ankit Patel)

Gujarat IMD Weather Forecast: ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યના છેવાડે આવેલા નલિયામાં ઠંડીનો પારો બે ડિગ્રી જેટલો ગગડીને 10 ડિગ્રી નીચે આવી ગયો છે. ઉત્તર ભારતમાં પડતી હાડથીજવતી ઠંડીની અસર સમગ્ર ગુજરાતમાં પડી રહી છે. રાજ્યના પાટનગરમાં પણ નલિયા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. શિયાળામાં આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

Advertisment

નલિયા સાથે ગાંધીનગર પણ બન્યું ઠંડુગાર

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારે રાજ્યમાં નલિયામાં ઠંડી 10 ડિગ્રીથી નીચે સરકીને 9.5 ડિગ્રી લઘુત્તમ રહી હતી. આમ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર પણ 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યમાં 20.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર રહ્યું હતું. આમ ગુજરાતમાં બુધવાર 9.5 ડિગ્રીથી લઇને 20.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી રહી હતી.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.012.7
ડીસા28.911.7
ગાંધીનગર28.510.8
વલ્લભ વિદ્યાનગર28.713.3
વડોદરા28.411.6
સુરત29.617.0
વલસાડ32.013.8
દમણ30.614.4
ભુજ29.413.2
નલિયા28.49.5
કંડલા પોર્ટ28.615.2
કંડલા એરપોર્ટ27.613.3
ભાવનગર28.013.6
દ્વારકા27.217.4
ઓખા26.020.3
પોરબંદર30.213.6
રાજકોટ30.913.0
વેરાવળ30.817.0
દીવ28.614.6
સુરેન્દ્રનગર29.514.7
મહુવા29.411.6

ઉત્તર ભારતમાં કેવી છે ઠંડી?

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ઠંડીની સાથે સાથે ધુમ્મસથી પણ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસો સુધી સ્થિતિ એવી જ રહેશે, ઉત્તર પ્રદેશમાં મોટા ભાગના સ્થળોએ ઠંડીનું વાતાવરણ રહેશે, હવામાન વિભાગે કહ્યું છે કે બે નવા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 25 થી 28 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ વધશે. હિમાલયને અડીને આવેલા વિસ્તારોમાં ઠંડીનું વાતાવરણ રહેશે.હલકો હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 25 જાન્યુઆરીએ સમગ્ર યુપીમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળોએ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.

Advertisment

લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થશે

દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગુરુવારે સવારે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગે તેના નવા અહેવાલમાં કહ્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ હિમાલય પર હળવા વરસાદ અને હિમવર્ષા સાથે કેટલાક મધ્યમ વરસાદની આગાહી કરી છે.

યુપીમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?

યુપીના મોટાભાગના જિલ્લાઓમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે ગુરુવારે મુરાદાબાદ, ભીમ નગર, રામપુર, બરેલી, શાહજહાંપુર, પીલીભીત, લખીમપુર ખેરી અને બહરાઈચમાં ધુમ્મસ અને ઠંડા દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય સહારનપુર, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, બિજનૌર, નોઈડા, બુલંદશહર, મથુરા, હાથરસ, મુરાદાબાદ, અલીગઢ, કાંશીરામ નગર, એટાહ, બદાઉન, ફર્રુખાબાદ, હરદોઈ, સીતાપુર, બારાબંકી, શ્રાવસ્તી, ગોંડા, બસ્તી સિદ્ધાર્થનગર, બલરામપુર અને શ્રાવસ્તીમાં ધુમ્મસ અને ઠંડા દિવસનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત દેશ