/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Gujarat-weather-Updates.jpg)
ગુજરાતમાં ઠંડી - Express Photo by Ankit Patel
Today Weather, Gujarat Winter updates : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ઠંડી હવાના કારણે ગુજરાતના લોકોને ઠંડીનો ચમકારો અનુભવાય છે. શિયાળા દરમિયાન ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં નલિયામાં ઠંડીનો પારો 3 ડિગ્રી જેટલો ગગડીને 8 ડિગ્રી નજીક આવી ગયો છે. ઉત્તર ભારતમાં પડતી હાડથીજવતી ઠંડીની અસર સમગ્ર ગુજરાતમાં પડી રહી છે. રાજ્યના પાટનગરમાં પણ નલિયા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 10.5 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. દિલ્હી અને એનસીઆર સહિતના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ઠંડીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં ઠંડી છસવારે ગાઢ ધુમ્મસ, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુરુવારે રાજ્યમાં નલિયામાં ઠંડી 9.5 ડિગ્રીથી નીચે સરકીને 8.2 ડિગ્રી લઘુત્તમ રહી હતી. આમ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર પણ 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર રહ્યું હતું. આમ ગુજરાતમાં બુધવાર 8.2 ડિગ્રીથી લઇને 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી રહી હતી.
ગુજરાતમાં ઠંડી, ક્યાં કેટલી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 28.8 | 13.0 |
| ડીસા | 28.1 | 11.5 |
| ગાંધીનગર | 27.5 | 10.5 |
| વલ્લભ વિદ્યાનગર | 30.9 | 14.2 |
| વડોદરા | 28.8 | 11.0 |
| સુરત | 30.8 | 14.4 |
| વલસાડ | 33.2 | 13.4 |
| દમણ | 30.0 | 13.0 |
| ભુજ | 31.2 | 12.3 |
| નલિયા | 29.0 | 08.2 |
| કંડલા પોર્ટ | 28.9 | 14.5 |
| કંડલા એરપોર્ટ | 30.3 | 10.0 |
| ભાવનગર | 28.8 | 14.2 |
| દ્વારકા | 28.8 | 17.0 |
| ઓખા | 25.7 | 18.2 |
| પોરબંદર | 31.0 | 12.0 |
| રાજકોટ | 31.5 | 13.2 |
| વેરાવળ | 31.2 | 16.8 |
| દીવ | 29.0 | 14.3 |
| સુરેન્દ્રનગર | 30.7 | 14.8 |
| મહુવા | 28.8 | 12.3 |
આ પણ વાંચોઃ- Republic Day 2024 LIVE Updates: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરુ, રાષ્ટ્રપતિ અને પીએમએ પાઠવી શુભેચ્છાઓ
ઉત્તર ભારતમાં કેવી છે ઠંડી?
ગણતંત્ર દિવસના અવસર પર દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. 26મી જાન્યુઆરીની પરેડ કડકડતી ઠંડી વચ્ચે ફરજ પથ પર યોજાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 જાન્યુઆરીએ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાઈ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gujarat-winter-.jpg)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે ઈન્ડિયા ગેટ પર લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. લાલ કિલ્લા પર લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવી શકે છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા રાજ્યો માટે આગામી બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આગામી બે દિવસ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us