Gujarat rain forecast : શિયાળાના આગમન પહેલા મેઘાની મહેર યથાવત, આજે ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: નવરાત્રી પુરી થઈ છતાં હજી પણ ગુજરાતના માથે વરસાદ મંડરાઈ રહ્યો છે. ગુજરાતમાં શિયાળાના આગમન પહેલા મેઘાની મહેર યથાવત રહી છે. હવામાન વિભાગે આજે 8 ઓગસ્ટ 2025, બુધવાર માટે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: નવરાત્રી પુરી થઈ છતાં હજી પણ ગુજરાતના માથે વરસાદ મંડરાઈ રહ્યો છે. ગુજરાતમાં શિયાળાના આગમન પહેલા મેઘાની મહેર યથાવત રહી છે. હવામાન વિભાગે આજે 8 ઓગસ્ટ 2025, બુધવાર માટે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
New Update
Gujarat rain today forecast

ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો - photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. તહેવારો સાથે સાથે શિયાળો પણ શરૂ થાય છે. જોકે, નવરાત્રી પુરી થઈ છતાં હજી પણ ગુજરાતના માથે વરસાદ મંડરાઈ રહ્યો છે. ગુજરાતમાં શિયાળાના આગમન પહેલા મેઘાની મહેર યથાવત રહી છે. હવામાન વિભાગે આજે 8 ઓગસ્ટ 2025, બુધવાર માટે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Advertisment

આજે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બુધવારે 8 ઓગસ્ટ 2025ના દિવસ માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ એકદમ હળવો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

આ પણ વાંચોઃ- ચોટીલા નજીક એક ગામમાં ‘અંગત દુશ્મની’ના કારણે એક પરિવારનો છ મહિના સુધી સામાજીક બહિષ્કાર થયો

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 8 ઓગસ્ટ 2025, બુધવારના દિવસે અમદાવાદનું આકાશ એકદમ ચોખ્યું રહેશે. માત્ર 1 ટકા આકાશમાં વાદળો રહેશે. અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નથી. અમદાવાદમાં પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ ગુજરાત