Today Weather: દિવાળી પછી રાજધાની દિલ્હીમાં હવામાનમાં પલટો આવ્યો છે. સાંજ અને સવારે હળવી ઠંડી પડવા લાગી છે. લોકોએ પોતાના ધાબળા અને રજાઈઓ સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ ગુજરાતમાં પણ અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર અને રાતના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. ચાલો જાણીએ ગુજરાત સહિત દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ-હરિયાણા અને ઉત્તરાખંડમાં કેવું રહેશે હવામાન.
ગુજરાતનું આજનું હવામાન
ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ હજી પણ વરસાદની આગાહી કરી રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટોો ઠવાયો વરસાદ પડવાની શક્યતા છે.
દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે?
રાજધાનીમાં સવારે હળવા ધુમ્મસ સાથે આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવા પવન ફૂંકાશે. રાત્રે, આ પવનો 05 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર પ્રદેશ માટે વરસાદની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આગામી 4-5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં, આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા
હવામાન વિભાગે ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ- કોણ છે બ્રિજરાજ સોલંકી? જેમના વીડિયોને 10 દિવસમાં મળ્યા 50 મિલિયન વ્યૂઝ, ગુજરાતના AAP નેતાની વ્યાપક ચર્ચા
ઉત્તરપૂર્વ ભારતમાં હવામાન કેવું રહેશે?
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં આ રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરી છે.





