Today weather forecast, ahmedabad havaman : ગુજરાતમાં બે દિવસથી વરસાદી સિસ્ટમ નબળી પડી છે. જેના પગલે અમદાવાદમાં પણ વરસાદ ના બરાબર પડ્યો હતો. જોકે, ગુરુવારના દિવસે અમદાવાદ કોરો ધાકોર રહ્યો હતો. જોકે, આજે શુક્રવારના દિવસે અમદાવાદમાં નામ માત્ર વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
હવામાનની એક વેબસાઈટ પ્રમાણે આજે 25 જુલાઈ 2025, શુક્રવારના દિવસે અમદાવાદના આકાશમાં 70થી 80 ટકા વાદળો છવાયેલા રહેશે. જોકે વરસાદ 0.8 એમએમ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી જેટલું રહેવાની ધારણા છે. વરસાદની ગેર હાજરીના પગલે વાતાવરણમાં બફારો વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આજે ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 25 જુલાઈ 2025, શુક્રવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે: કેજરીવાલ
આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી દ્વારકા, ગીર સોમનાથ, બોદાટ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.