Gujarat rain forecast : ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ, આજે ક્યાં પડશે ભારે વરસાદ, IMD ની શું છે આગાહી?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવાર માટે સામાન્યથી ભારે વરસાની આગાહી કરી છે.

Written by Ankit Patel
September 15, 2025 06:15 IST
Gujarat rain forecast : ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ, આજે ક્યાં પડશે ભારે વરસાદ, IMD ની શું છે આગાહી?
ગુજરાત વરસાદ, આજની આગાહી- Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યુ છે. તેમ છતાં રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવાર માટે સામાન્યથી ભારે વરસાની આગાહી કરી છે.

ગુજરાતમાં ગાજવીજ સાથે અહીં પડશે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે 15 સપ્ટેમ્બર 2025, સોમવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત, વિરાટ નગર ઓવરબ્રિજ પાસે કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળતા ચકચાર

અમદાવદામાં કેવું રહેશે હવામાન?

હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 15 સપ્ટેમબર 2025ના રોજ અમદાવાદના આકાશમાં 85 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ નહિંવત છે. આ ઉપરાંત અમદાવાદમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ