Gujarat rain forecast : આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિત વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિત વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાત અને અમદાવાદનું આજનું હવામાન photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં જતાં જતાં વરસાદનો ફરી એક રાઉન્ટ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિત વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Advertisment

ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજના દિવસની આગાહી પ્રમાણે આજે મંગળવારના દિવસે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યમાં અહીં પડશે છૂટોછવાયો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

આ ઉપરાંત તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

આ પણ વાંચોઃ-જામનગરમાં આવેલા અનંત અંબાણીના વંતારાને સુપ્રીમ કોર્ટથી મળી ક્લીન ચીટ, જાણો શું છે આખો મામલો?

અમદાવદામાં કેવું રહેશે હવામાન?

હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 16 સપ્ટેમબર 2025ના રોજ અમદાવાદના આકાશમાં 75 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ નહિંવત છે. આ ઉપરાંત અમદાવાદમાં પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત