Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદ સાઈલન્ટ મોડમાં, અમદાવાદમાં કેવું રહેશે હવામાન

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાંથી ગુજરાતહવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાંથી ગુજરાતહવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું અંત તરફ આવીને ઊભું છે ત્યારે વરસાદ સાઈલન્ટ મોડમાં આવી ગયું છે. ગુરુવારે કચ્છમાં માત્ર અબડાસા તાલુકામાં મેધા ખાલી હાજરી પુરાવી હતી. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.
ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Advertisment

હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારના દિવસ માટે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ નામ માત્ર વરસાદ રહેવાની ધારણા છે.

તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ- Pitru Paksha 2025 : પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો, નહીં તો પૂર્વજોના ક્રોધનો કરવો પડશે સામનો

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 11 સપ્ટેમ્બર 2025, શુક્રવારે અમદાવાદના આકાશમાં 49 ટકા વાદળો છવાયેલા રહેશે. આજે શુક્રવારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા એકદમ નહિંવત છે. આ વિસ્તારમાં પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત