Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં જગત જનની આધ્યશક્તિ અંબે માતાના નવલા નોંરતા શરુ થવાના આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદ પણ પોતાનો રંગ બદલી રહ્યો છે. ચોમાસું અત્યારે ગુજરાતમાંથી વિદાય લેવું જોઈએ જોકે, હજી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે.
રાજ્યમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ
હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસ માટે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં મસ્જિદ, મદરેસા અને દરગાહ પાસે ગરબા પર પ્રતિબંધનું બોર્ડ લગાવાયું; બે મુસ્લિમ નેતાઓ સામે કેસ દાખલ
તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,મોરબી દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની ધારણા છે.