Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદનો વિરામ! અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવે ચોમાસાના વિદાયને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક બે તાલુકાને છોડીને વરસાદ પડવાનું પણ એકદમ બંધ થયું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવે ચોમાસાના વિદાયને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક બે તાલુકાને છોડીને વરસાદ પડવાનું પણ એકદમ બંધ થયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની આગાહી - Photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં આવી ગયું છે. હવે ચોમાસાના વિદાયને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક બે તાલુકાને છોડીને વરસાદ પડવાનું પણ એકદમ બંધ થયું છે. ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસો માટે નામ માત્ર વરસાદની આગાહી કરી છે.

Advertisment

હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે ગુરુવારના દિવસ માટે રાજ્યના બનાકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ નામ માત્ર વરસાદ રહેવાની ધારણા છે.

તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ-ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી, આ કેસમાં ધરપકડ વોરંટ જારી

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 11 સપ્ટેમ્બર 2025, ગુરુવારે અમદાવાદના આકાશમાં 44 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. આજે ગુરુવારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા એકદમ નહિંવત છે. આ વિસ્તારમાં પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત