Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદ ફરી એક્ટીવ, આજ માટે હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati:કચ્છમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘો ફરી દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજના દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati:કચ્છમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘો ફરી દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજના દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain today forecast

ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો - photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદ ફરી પાછો આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ સાવ બંધ થયા બાદ ફરીથી વરસાદ એક્ટીવ થયો છે. થોડા થોડા તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘો ફરી દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજના દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

Advertisment

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારના દિવસ માટે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ નામ માત્ર વરસાદ રહેવાની ધારણા છે.

તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ-કંડલાથી ટેકઓફ કરતાં જ વિમાનનું વ્હીલ રન-વે પર પડ્યું, મુંબઈ સુધી ઉડાન પૂરી કરી, સુરક્ષિત લેન્ડિંગ

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 13 સપ્ટેમ્બર 2025, શનિવારે અમદાવાદના આકાશમાં 38 ટકા વાદળો છવાયેલા રહેશે. આજે શનિવારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા એકદમ નહિંવત છે. આ વિસ્તારમાં પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

આજનું હવામાન અપડેટ ગુજરાત ચોમાસું વરસાદ