Gujarat rain forecast : ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા નોરતા માટે IMDએ શું કરી આગાહ? અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. મોટાભાગના ગરબા રદ્દ કરવામાં આવ્યા હતા. જોકે, શીર ગરબામાં વરસાદ વચ્ચે પણ ગરબા ચાલુ રહ્યા હતા.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. મોટાભાગના ગરબા રદ્દ કરવામાં આવ્યા હતા. જોકે, શીર ગરબામાં વરસાદ વચ્ચે પણ ગરબા ચાલુ રહ્યા હતા.

author-image
Ankit Patel
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે. નવરાત્રીના છેલ્લા 3-4 દિવસમાં વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો. જોકે કેટલાક ગરબા આયોજકોને ગરબા કેન્સલ કરવાની ફરજ પડી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ગરબા ચાલું રહેતા ખેલૈયાઓને મજા પડી હતી. જોકે આજે નવરાત્રીનું છેલ્લા નોરતાના દિવસે હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisment

ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે 1 ઓક્ટોબર 2025, નવરાત્રીના છેલ્લા નોરતા માટે હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Advertisment

આ પણ વાંચોઃ-Rajkot : રાજકોટમાં રખડતા કુતરાનો ત્રાસ, 5 વર્ષની બાળકી પર કુતરાએ હુમલો કરતા મોત

આજે અમદાવાદનું કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 1 ઓક્ટોબર 2025, બુધવારના દિવસે અમદાવાદના આકાશમાં 74 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. આજે અમદાવાદમાં 4.0 એમએમ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ ગુજરાત navratri