Today Weather, Aaj Nu Havaman : દેશભરના અનેક રાજ્યો નવેમ્બરમાં સૌથી તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધી ગયો છે. રાજ્યમાં 11 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમન નોંધાયું છે. તો બીજી તરફ કાશ્મીર ખીણમાં નવેમ્બરમાં ઠંડીએ પહેલાથી જ રેકોર્ડ તોડી નાખ્યા છે. જોરદાર બર્ફીલા પવનો અને ઘટતા તાપમાને લોકોના જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી દીધું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે બાંદીપોરામાં, પારો -4.1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયો હતો, જેના કારણે તે અત્યાર સુધીની સિઝનની સૌથી ઠંડી રાત બની હતી. દરમિયાન, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મનાલીમાં પણ તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં પણ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. તો ચાલો, દેશભરના અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ પર એક નજર કરીએ.
ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત
ગુજરાતમાં નવેમ્બરમાંથી જ જોરદાર ઠંડી પડવાનું શરું થયું છે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડી તો શહેરી વિસ્તારોમાં થોડી ઓછી ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે ગુજરાતમાં લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. નીચે આપેલા કોષ્ટકમાં વાંચો ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 16.0 ડિસા 14.6 ગાંધીનગર 15.5 વિદ્યાનગર 16.4 વડોદરા 18.0 સુરત 19.1 દમણ 20.8 ભૂજ 15.8 નલિયા 11.6 કંડલા પોર્ટ 16.6 કંડલા એરપોર્ટ 13.6 અમરેલી 13.0 ભાવનગર 18.0 દ્વારકા 19.4 ઓખા 21.6 પોરબંદર 14.3 રાજકોટ 13.2 વેરાવળ 18.8 દીવ 18.0 સુરેન્દ્રનગર 15.0 મહુવા 16.6 કેશોદ 14.3
દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) સતત ત્રીજા અઠવાડિયાથી ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, સોમવારે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 396 નોંધાયો હતો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે. જોકે, NCRના વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં AQI 450 ના આંકડાને વટાવી ગયો છે.
છેલ્લા 23 દિવસથી આ પરિસ્થિતિ યથાવત છે, અને હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી અઠવાડિયા સુધી હવાની ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા નથી. વિવિધ મોનિટરિંગ સ્ટેશનોના ડેટા પ્રદૂષણનું ભયાનક ચિત્ર રજૂ કરે છે.
ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ઠંડા પવનોની ગતિ વધવાની ધારણા છે. સવારે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતા અઠવાડિયાથી ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે. મુઝફ્ફરનગર, બરેલી, પીલીભીત, મુરાદાબાદ, કાનપુર, ઇટાવા, બારાબંકી, મેરઠ અને ફુરસતગંજ જેવા જિલ્લાઓમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચે નોંધાયું છે.
બિહારમાં હવામાન કેવું રહેશે?
શિયાળાની શરૂઆત સાથે, બિહારમાં ધુમ્મસ અને પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ખતરનાક સ્તરે પણ પહોંચી ગયો છે. હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી છે કે ઉત્તરપશ્ચિમ દિશાના પવનોને કારણે લઘુત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.
IMD અનુસાર, ઘણા જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે, જ્યારે સવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા લગભગ 600 મીટર સુધી ઘટી જવાની ધારણા છે. તાપમાનમાં ઘટાડો થતાં, રાજ્યના ઘણા ભાગોમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધુ ખરાબ થયું છે.
ઉત્તરાખંડમાં હવામાન કેવું રહેશે?
ઉત્તરાખંડના ઘણા શહેરોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થવાની ધારણા છે. આવતીકાલે, 25 નવેમ્બરે, દહેરાદૂનમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જવાની ધારણા છે. દરમિયાન, નૈનિતાલમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની ધારણા છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હવામાન કેવું રહેશે?
આજે 25 નવેમ્બરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થવાનું શરૂ થશે. જયપુરમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
હિમાચલ પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
25 નવેમ્બરથી હિમાચલ પ્રદેશમાં પારો ઝડપથી ઘટશે. શિમલામાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. મનાલીમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને લઘુત્તમ તાપમાન -13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે.
કેરળ, તમિલનાડુ અને પુડુચેરી માટે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શનિવારે દક્ષિણ આંદામાન સમુદ્ર પર રચાયેલ ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બન્યું છે અને તે જ વિસ્તારમાં રહે છે. હવામાન અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે સિસ્ટમ મજબૂત થવાના સ્પષ્ટ સંકેતો છે. આગામી બે દિવસમાં વધુ ફેરફારો શક્ય છે.
આ પણ વાંચોઃ- છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 37 ટકા આરોપીઓ મળ્યા: ગુજરાત પોલીસ
IMD અનુસાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર વધુ એક ઓછા દબાણનો વિસ્તાર બનવાની ધારણા છે. આગામી 48 કલાકમાં તે વધુ મજબૂત બનશે અને ચક્રવાતી તોફાનમાં પરિણમશે, જે તમિલનાડુ અને પુડુચેરી દરિયાકાંઠે હવામાન પરિસ્થિતિઓને અસર કરી શકે છે.





