Today Weather, Aaj Nu Havaman : દેશના ઘણા ભાગોમાં હળવી ઠંડી હવે તીવ્ર ઠંડીમાં ફેરવાઈ રહી છે. ગુજરાતમાં પણ ઠંડીની તીવ્રતા વધવા લાગી છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી પહોચ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે 11 નવેમ્બરથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ માટે શીત લહેરની ચેતવણી જારી કરી છે. દક્ષિણ હરિયાણા, ઉત્તરપશ્ચિમ ભારત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં પણ તાપમાનમાં અચાનક ઘટાડો થશે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી સાત દિવસોમાં દિલ્હીમાં ઠંડી વધુ તીવ્ર બનવાની ધારણા છે. ધુમ્મસ વધુ ગાઢ બની શકે છે અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ઠંડી વધી રહી છે, પરંતુ આ રાજ્યોમાં વરસાદની કોઈ શક્યતા નથી.
ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો, નલિયામાં 14 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે ત્યારે ધીમે ધીમે ઘટી રહ્યું છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી પહોંચ્યું છે. 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. અમદાવાદમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજ્યમાં 14 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 15 ડિસા 15.6 ગાંધીનગર 14 વિદ્યાનગર 16.2 વડોદરા 15 સુરત 16.4 દમણ 17.4 ભૂજ 17.8 નલિયા 14 કંડલા પોર્ટ 18.2 કંડલા એરપોર્ટ 15 અમરેલી 14.8 ભાવનગર 16.1 દ્વારકા 21 ઓખા 20.1 પોરબંદર 16.1 રાજકોટ 15.7 વેરાવળ 19.4 દીવ 14.5 સુરેન્દ્રનગર 17.4 મહુવા 15.5 કેશોદ 16.5
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાન કેવું રહેશે?
આગામી સાત દિવસમાં દિલ્હીમાં ઠંડી તેની ટોચ પર પહોંચવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. સવારની શરૂઆત હળવા ધુમ્મસથી થશે. વધુમાં, સવાર અને સાંજે 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી ઠંડીમાં વધુ વધારો થશે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ શિયાળાનું આગમન થયું છે. આગામી દિવસોમાં આ બંને રાજ્યોમાં વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, વાદળોની હિલચાલ ચાલુ રહી શકે છે. સવારે હળવા ધુમ્મસની અપેક્ષા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાન શુષ્ક રહેશે. રાત્રે તાપમાનમાં અચાનક ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થઈ શકે છે. વધુમાં, ઉત્તરપશ્ચિમ બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં શીત લહેરની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં પવન જોરદાર અને ઠંડા ફૂંકાશે.
પર્વતોમાં હિમવર્ષાની શક્યતા
પર્વતોમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતા છે. હવામાન વિભાગે લાહૌલ સ્પીતિ અને મનાલી જેવા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આગાહી કરી છે. ઉત્તરાખંડના ચમોલી, નૈનિતાલ, મસૂરી અને રુદ્રપ્રયાગ જેવા શહેરોમાં પણ શીત લહેરની તીવ્રતામાં વધારો થશે, જેનાથી ઠંડી વધુ તીવ્ર બનશે.
તમિલનાડુમાં આગામી બે દિવસ વરસાદની ચેતવણી
આઇએમડીએ આગામી બે દિવસમાં તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તંજાવુર, પુડુક્કોટાઇ, રામનાથપુરમ, વિરુધુનગર અને થુથુકુડીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે, કારણ કે વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં પકડાયેલા આતંકવાદીઓ ઘાતક ઝેર બનાવવાની તૈયારીમાં હતા, જાણો તે કેટલું ખતરનાક હોય છે?
તેના તાજેતરના હવામાન બુલેટિનમાં, આઇએમડીએ જણાવ્યું હતું કે સોમવારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગાહી મુજબ, મંગળવાર અને બુધવારે થુથુકુડી, વિરુધુનગર, રામનાથપુરમ, પુડુક્કોટાઇ અને થુથુકુડી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.





