Today Weather, Aaj Nu Havaman : દેશમાં ઠંડીનું મોજું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દરરોજ ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યો છે. રાજ્યમાં ઠંડી 13 ડિગ્રી લઘુતમ તાપમાન નજીક પહોંચી ગઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગે 7 રાજ્યો માટે તીવ્ર ઠંડીની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન બાળકો અને વૃદ્ધોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. પૂર્વીય ભારતીય રાજ્યો બિહાર, ઝારખંડ અને બંગાળ માટે પણ ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતાં તેની અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું છે. ઠંડી વધતાં લોકો ગરમ કપડાં પહેરા મજબૂર બન્યા છે. રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ એ નીચેના કોષ્ટકમાં આપેલું છે.
આ 7 રાજ્યોમાં ઠંડીની ચેતવણી
પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 15 નવેમ્બર સુધી ઠંડીની ચેતવણી જારી રહેવાની ધારણા છે. વધુમાં, 14 નવેમ્બરે પૂર્વીય યુપી, બિહાર, દિલ્હી અને હરિયાણા માટે ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીર જેવા પહાડી રાજ્યો માટે બરફવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.
કાલે દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
દિલ્હી માટે 14 નવેમ્બરે હવામાનની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. સવારે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 14 નવેમ્બરે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
14 નવેમ્બરથી ઉત્તર પ્રદેશ માટે ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. સવારે ધુમ્મસ સમસ્યારૂપ બની શકે છે, અને તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. લખનૌમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતના પ્રસિદ્ધ યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે PM મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
ઉત્તરાખંડ અને હિમાચલમાં હવામાન કેવું રહેશે?
આજે 14 નવેમ્બરે ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષા શક્ય છે. લોકોએ સાવધ રહેવાની જરૂર છે. ઉત્તરાખંડના નૈનિતાલ, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં પારો ઝડપથી ઘટશે. આજે 14 નવેમ્બરે દહેરાદૂનમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે જ સમયે, નૈનિતાલમાં મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેશે.





