Today Weather, Aaj Nu Havaman : ગુજરાત સહિત દેશમાં શિયાળો આગળ ધપી રહ્યો છે ત્યારે ઠંડીએ લોકોની મુશ્કેલીઓ વધારવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે 5 રાજ્યો માટે તીવ્ર શીત લહેરની ચેતવણી જારી કરી છે. આ સમય દરમિયાન બાળકો અને વૃદ્ધોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીની લહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આાગમી દિવસોમાં હજી પણ ઠંડી વધવાની સંભાવના છે.
ગુજરાતમાં શીત લહેર, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
ગુજરાતમાં ઠંડી વધવા લાગી છે. લોકો સ્વેટર પહેરતા થઈ ગયા છે. ધીમે ધીમે ઠંડીનો ચમકારો પણ વધવા લાગ્યો છે ત્યારે રાજ્યમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવા લાગ્યું છે. અમદાવાદમાં પણ 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું છે. 14 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નીચે જોઈએ મંગળવારના દિવસે રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ.
શહેર લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 15.2 ડિસા 16.1 ગાંધીનગર 13.8 વિદ્યાનગર 16.8 વડોદરા 15.2 સુરત 18.2 દમણ 17.8 ભૂજ 17.8 નલિયા 14.7 કંડલા પોર્ટ 18 કંડલા એરપોર્ટ 15.4 અમરેલી 14 ભાવનગર 17.1 દ્વારકા 21.0 ઓખા 22.2 પોરબંદર 16.7 રાજકોટ 14.8 વેરાવળ 19.8 દીવ 16.0 સુરેન્દ્રનગર 16.5 મહુવા 14.5 કેશોદ 15.8
આ રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ
12 નવેમ્બર દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર શીત લહેરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 12 નવેમ્બર દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. 12 થી 14 નવેમ્બર દરમિયાન પૂર્વી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ માટે શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
દેશના દક્ષિણ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં તમિલનાડુ, પુડુચેરી અને કેરળનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે રહેતા માછીમારોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. આ વરસાદને કારણે આ રાજ્યોમાં તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટી શકે છે.
દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
આજે 12 નવેમ્બરથી દિલ્હીમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. સવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લોકોને ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, પ્રદૂષણનું સ્તર ઊંચું રહેશે, જેના કારણે લોકોએ માસ્ક પહેરવાની જરૂર પડી શકે છે.
ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
આજે બુધવાર, 12 નવેમ્બરથી ઉત્તર પ્રદેશમાં સવારે અને સાંજે 17 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. લખનૌમાં, 12 નવેમ્બરે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં સવારે વધુ ઠંડીનો અનુભવ થશે.
આ પણ વાંચોઃ- ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓએ દિલ્હીના આઝાદપુર મંડી અને અનેક બજારોની રેકી કરી, ગુજરાત ATSનો ખુલાસો
ઉત્તરાખંડમાં હવામાન કેવું રહેશે?
આજે 12 નવેમ્બરે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે. નૈનિતાલ અને રુદ્રપ્રયાગમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.





