/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Gujarat-winter-weather-updates-2.jpg)
આજનું હવામાન, ઠંડીનો સિતમ - EXPRESS PHOTO BY PRAVEEN KHANNA
Today Weather Updates, Gujarat Winter updates, આજનું હવામાન : ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી ઘટવા લાગી છે. ગુજરાતમાં 11.2 ડિગ્રીથી લઈને 20.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી રહી હતી. જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હાલમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. કડકડતી ઠંડી બાદ હવે આછો તડકો દેખાવા લાગ્યો છે.
હવામાન વિભાગે 21 ફેબ્રુઆરી સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર વાતાવરણ ઠંડું થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આજનું હવામાન : નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કામાં છે. વાતાવરણ હવે ઉનાળા તરફ અગળ ધપતું જાય છે.ત્યારે ગુજરાતમાં 11. 2 ડિગ્રીથી લઈને 20.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી. 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 20.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું.
આજનું હવામાન: બુધવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 30.9 | 16.4 |
| ડીસા | 29.5 | 14.4 |
| ગાંધીનગર | 30.2 | 16.5 |
| વલ્લભ વિદ્યાનગર | 30.5 | 16.5 |
| વડોદરા | 31.4 | 15.6 |
| સુરત | 30.6 | 18.5 |
| વલસાડ | 32.4 | - |
| દમણ | 28.8 | 17.2 |
| ભુજ | 28.9 | 14.6 |
| નલિયા | 30.0 | 11.2 |
| કંડલા પોર્ટ | 29.5 | 16.2 |
| કંડલા એરપોર્ટ | 29.1 | 14.4 |
| ભાવનગર | 29.7 | 17.0 |
| દ્વારકા | 29.6 | 18.0 |
| ઓખા | 28.5 | 20.9 |
| પોરબંદર | 32.0 | 15.1 |
| રાજકોટ | 31.7 | 14.2 |
| વેરાવળ | 33.0 | 18.3 |
| દીવ | 33.1 | 17.7 |
| સુરેન્દ્રનગર | 31.0 | 14.8 |
| મહુવા | 32.8 | 14.3 |
ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ?
IMD અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલના ઘણા વિસ્તારોમાં 18 ફેબ્રુઆરી સુધી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદને કારણે દિલ્હી-એનસીઆર સહિત આસપાસના ઘણા રાજ્યોમાં ફરી એકવાર વાતાવરણ ઠંડુ થઈ જશે.
હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/delhi-rain.jpg)
કયા રાજ્યોમાં વરસાદની શક્યતા?
IMD એ આગાહી કરી છે કે પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 17 થી 21 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય 18-21 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરીએ બિહાર અને ઝારખંડના અલગ-અલગ ભાગોમાં અને 15 ફેબ્રુઆરીના રોજ સવારના કલાકોમાં ગંગાના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us