Today Weather Updates : ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત, રાજ્યમાં ક્યાં કેટલી નોંધાઇ ઠંડી, ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ?

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. ગુજરાતમાં મંગળવારે ઠંડીનો પારો થોડો ઉચકાયો હતો. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઉંચું આવ્યું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. ગુજરાતમાં મંગળવારે ઠંડીનો પારો થોડો ઉચકાયો હતો. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઉંચું આવ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Weather news | Gujarat winter | IMD forecast | cold wave

ઉત્તર ભારતમાં શીત લહેર photo - ANI

Gujarat Winter, Today weather latest updates, IMD forecast : દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઠંડીનું મોજુ અને ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લદ્દાખમાં તાપમાન માઈનસ 11.3 ડિગ્રી થઈ ગયું છે, જ્યારે મેદાની વિસ્તારોમાં અલવર 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. ગુજરાતમાં મંગળવારે ઠંડીનો પારો થોડો ઉચકાયો હતો. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઉંચું આવ્યું હતું. જોકે, નલિયા 10.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. જ્યારે સુરત અને ઓખા 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગરમ શહેર રહ્યાં હતાં.

Advertisment

અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન વધ્યું, નલિયા ઠંડુગાર

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારે ઠંડી ઘટી હતી. રાજ્યમાં તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીનાં નહિવત રાહત જોવા મળી હતી. અમદાવાદમાં મંગળવારે બે ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું હતું. સોમવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું. જે વધીને મંગળવારે 18 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં નલિયા 10.3 ડિગ્ર લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, સુરત અને ઓખા 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગરમ શહેર રહ્યાં હતાં.

મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ28.018.0
ડીસા24.913.1
ગાંધીનગર26.816.5
વલ્લભ વિદ્યાનગર26.718.1
વડોદરા27.618.2
સુરત30.019.6
વલસાડ31.415.5
દમણ28.620.4
ભુજ25.412.9
નલિયા25.510.3
કંડલા પોર્ટ27.615.3
કંડલા એરપોર્ટ26.313.4
ભાવનગર27.618.2
દ્વારકા26.617.4
ઓખા24.719.6
પોરબંદર29.419.0
રાજકોટ27.713.8
વેરાવળ30.820.5
દીવ30.218.6
સુરેન્દ્રનગર28.214.0
મહુવા29.419.1

મંગળવારે ઉત્તર ભારતમાં કેવી રહી ઠંડી?

મંગળવારે દિલ્હીમાં દિવસનું તાપમાન સોમવારની સરખામણીમાં ચાર ડિગ્રી ઘટીને 13.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જ્યારે સોમવારે તે 17.5 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગે બુધવાર માટે પણ ઠંડીના કારણે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે ઠંડી આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભારે ઠંડીની લપેટમાં છે. દિલ્હીમાં મંગળવારે હાડકાં ભરી દેનારી ઠંડીનો અનુભવ થયો હતો. આ દિવસે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું હતું. આખો દિવસ સૂરજ દેખાતો નહોતો.

Advertisment

પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા

પશ્ચિમ હિમાલયના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષાના અહેવાલ છે. હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે. તે જ સમયે, રાજસ્થાનમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મંગળવારે પૂર્વ ગુજરાત, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ થયો હતો. વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો નોંધાયો હતો. જો કે હજુ પણ ઘણા રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિ છે.

ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી

પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શીત લહેર પ્રવર્તી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે રાજસ્થાન, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઓડિશાના ભાગો છવાયેલા છે. ઉત્તર પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો લગભગ પાંચથી 12 કલાક મોડી ચાલી રહી છે. અને ફ્લાઈટ પણ મોડી પડી રહી છે. ધુમ્મસ અને ઠંડીના કારણે મંગળવારે દિલ્હીમાં આવતી કે ત્યાંથી પસાર થતી 21 થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી હતી.

IMDના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે દિલ્હીના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. જો કે, તેના રાત્રિના તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. દિલ્હીમાં સવારે 9 વાગ્યા સુધી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 366 હતો, જે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવે છે.

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારના ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. પંજાબના કેટલાક ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ સંભવ છે અને 24 કલાક પછી તે ઓછી થઈ જશે. 10 જાન્યુઆરીએ રાજસ્થાનમાં એક કે બે જગ્યાએ તીવ્ર ઠંડી ચાલુ રહી શકે છે. 10 જાન્યુઆરીએ દક્ષિણ કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આંતરિક તમિલનાડુ, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં એક અથવા બે ભારે સ્પેલ સાથે એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

IMD અનુસાર, સોમવારે દિલ્હીમાં આ મહિનામાં અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો જેમાં લઘુત્તમ તાપમાન ઘટીને 5.3 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતા બે ડિગ્રી ઓછું છે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત દેશ