Today Weather updates, Winter IMD updates : ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે શીત લહેર પ્રસરી છે. જેની અસર મેદાની વિસ્તારો ઉપર પણ જોવા મળી રહી છે. હાઢ ધુમ્મસની ચાદર ફેલાઇ છે જ્યારે કોલ્ડ વેવ ચાલી રહી છે. દિલ્હીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 3.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આસપાસના વિસ્તારોમાં ત્રણ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષોમાં આ સૌથી ઓછું તાપમાન છે. હવામાન વિભાગે કોલ્ડ વેવ અને ધુમ્મસની આગાહી કરી હતી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શુક્રવારે તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. રાજ્યભરમાં એકથી બે ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. જોકે, ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા હતા.
ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો, નલિયા સૌથી ઠંડુ શહેર
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં તાપમાનમાં આંશિક વધારો થયો હતો. ગુજરાતભરમાં એકથી બે ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું હતું. જોકે, નલિયામાં લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી રહેતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે દમણમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા દમણ સૌથી ગરમ શહેર રહ્યું હતું. ડિસામાં 11.7 ડિગ્રી, અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ ગુજરાતમાં 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી ઠંડી નોંધાઈ હતી.
ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ઠંડી?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 30.4 16.5 ડીસા 29.7 11.7 ગાંધીનગર 29.6 13.4 વલ્લભ વિદ્યાનગર 30.1 16.7 વડોદરા 32.2 16.6 સુરત 33.0 19.6 વલસાડ 31.8 15.3 દમણ 32.4 21.0 ભુજ 30.1 12.0 નલિયા 29.6 06.4 કંડલા પોર્ટ 30.4 14.0 કંડલા એરપોર્ટ 29.0 9.8 ભાવનગર 30.8 17.4 દ્વારકા 29.6 17.0 ઓખા 25.6 19.7 પોરબંદર 32.5 15.6 રાજકોટ 33.1 13.0 વેરાવળ 33.3 21.1 દીવ 32.6 19.2 સુરેન્દ્રનગર 30.8 14.0 મહુવા 33.4 19.1
ઉત્તર ભારતમાં રેડ એલર્ટ
IMDએ ધુમ્મસ અને કોલ્ડવેવને કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, રાજસ્થાનના મોટાભાગના ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણના કેટલાક ભાગોમાં રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બિહારમાં અલગ-અલગ સ્થળોએ લઘુત્તમ તાપમાન 3-7 °C વચ્ચે રહ્યું.
આ પણ વાંચોઃ- રાજકીય મજબૂરી પાડી શકે છે તિરાડ! ઇન્ડિયા ગઠબંધનની આજ મહત્વની બેઠકમાં મમતા નહીં રહે હાજર
ટ્રેન અને એર ટ્રાફિકને અસર થઈ છે
શુક્રવારે પણ સમગ્ર ઉત્તર ભારત જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડથી લઈને યુપી-બિહાર સુધી તીવ્ર ઠંડીથી પીડિત રહ્યું હતું. દરમિયાન હરેના કારણે રેલ, હવાઈ અને માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ રહેશે. તેની સીધી અસર ટ્રેન અને એર કે ટ્રાન્સપોર્ટ પર પડે છે.
પટનામાં ધોરણ 8 સુધીની તમામ શાળાઓ બંધ
બિહારમાં શુક્રવારે પણ શીત લહેર ચાલુ રહી હતી અને અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. IMDના ડેટા અનુસાર, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગયામાં નોંધાયું હતું. વિભાગના જણાવ્યા અનુસાર ગયામાં તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMD અનુસાર, પટના સહિત રાજ્યના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન આગામી ચારથી પાંચ દિવસમાં 9 થી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. દરમિયાન, પટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર શેખર સિંહે કડકડતી ઠંડીને કારણે ધોરણ 8 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશ સમગ્ર પટના જિલ્લામાં લાગુ થશે.