Today Weather Updates : અમદાવાદમાં ઠંડી 10 ડિગ્રી નજીક, ગુજરાતમાં કેવી છે ઠંડી? ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર

ગુજરાતમાં શિયાળો પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. અમદાવાદમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં ઠંડી 10 ડિગ્રીની નીચે ઉતરી 9 ડિગ્રી નોંધાઈ હતી. 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

ગુજરાતમાં શિયાળો પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. અમદાવાદમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં ઠંડી 10 ડિગ્રીની નીચે ઉતરી 9 ડિગ્રી નોંધાઈ હતી. 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat winter | IMD news

ગુજરાતનો શિયાળો (Express photo by Ankit Patel)

Gujarat Today weather updates, IMD forecast : ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થવાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણે વધ્યું છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં શિયાળો પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. અમદાવાદમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં ઠંડી 10 ડિગ્રીની નીચે ઉતરી 9 ડિગ્રી નોંધાઈ હતી. 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

Advertisment

નલિયા બરોબર થયું અમદાવાદ, 10 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે અમદાવાદમાં જોરદાર ઠંડી રહી હતી. સામાન્ય રીતે નલિયામાં સૌથી વધુ ઠંડી પડે છે ત્યારે રવિવારે પણ અમદાવાદમાં નલિયા જેટલી ઠંડી નોંધાઈ હતી. રવિવારે અમદાવાદમાં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડિસા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે ઉતર્યું હતું. ઓખામાં 20.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું ગરમ શહેર નોંધાયું હતું. આમ ગુજરાતમાં રવિવારે 9 ડિગ્રીથી લઇને 20.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.410.6
ડીસા28.509.6
ગાંધીનગર28.809.0
વલ્લભ વિદ્યાનગર29.918.0
વડોદરા29.413.6
સુરત30.419.0
વલસાડ
દમણ29.617.4
ભુજ28.214.6
નલિયા28.610.4
કંડલા પોર્ટ30.515.0
કંડલા એરપોર્ટ28.712.6
ભાવનગર27.015.0
દ્વારકા26.917.4
ઓખા27.520.6
પોરબંદર30.513.5
રાજકોટ31.112.7
વેરાવળ33.017.5
દીવ29.420.0
સુરેન્દ્રનગર29.014.2
મહુવા32.012.9

દિલ્હીમાં ઠંડીનું થર્ડ ડીગ્રી ટોર્ચર

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. મેદાનની હાલત પહાડો જેવી છે. રવિવારે દિલ્હીમાં તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 અને 17 જાન્યુઆરીએ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકે છે.ત્યારબાદ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેશે, આ સિવાય ઉત્તરમાં કોલ્ડવેવથી લઈને તીવ્ર કોલ્ડવેવની શક્યતા છે. - આગામી ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ ભારત.. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં લોકોને ઠંડીથી થોડી રાહત મળશે.

Advertisment

આ પણ વાંચોઃ- હમાસ ઇઝરાયલ યુદ્ધના 100 દિવસ, 23 હજાર મોત, લાખો વિસ્થાપિત, જાણો હવે કેવી છે સ્થિતિ?

18 ટ્રેનો મોડી, ફ્લાઈટને પણ અસર

ધુમ્મસની અસર ટ્રેનોને પણ પડી રહી છે. ધુમ્મસના કારણે રસ્તાઓ તેમજ ફ્લાઈટ્સ અને ટ્રેનોની ગતિ ધીમી થઈ ગઈ છે. ધુમ્મસના કારણે 18 ટ્રેનો મોડી ચાલી રહી છે. તે જ સમયે, ઘણી જગ્યાએથી ઉડતી ફ્લાઇટ્સ પર પણ અસર થઈ છે. મુસાફરો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. રવિવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થવાને કારણે સેંકડો મુસાફરો દિલ્હી એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. રવિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર 20 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે ધુમ્મસના કારણે 400 ફ્લાઈટ્સ મોડી પડી હતી.

આ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે

હવામાન વિભાગે ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં 15 અને 16 જાન્યુઆરીએ ઠંડીનું મોજું પ્રવર્તશે. 16 જાન્યુઆરીએ ચંદીગઢ, પંજાબ અને હરિયાણા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. 16 જાન્યુઆરી સુધી જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાઢથી ગાઢ ધુમ્મસની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 16 અને 17 જાન્યુઆરીએ અને ઉત્તરાખંડમાં 17 જાન્યુઆરીએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત દેશ