નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ, ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, શું છે આજની આગાહી?

ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. નલિયામાં એકાએક ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ગગડતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. નલિયામાં એકાએક ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ગગડતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Weather | Weather updates | winter news | IMD forecast

આજનું હવામાન - photo - ANI

Today Weather udpates, Gujarat winter today updates, IMD forecast : શિયાળો પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી એનસીઆર હાલમાં કડકડતી ઠંડીની ઝપેટમાં છે. તાપમાન સતત ઘટી રહ્યું છે અને ગાઢ ધુમ્મસના કારણે રસ્તા પર અકસ્માતો પણ વધી રહ્યા છે. દરમિયાન વામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવાર દિલ્હી અને NCRના લોકો માટે થોડી રાહત લાવી શકે છે. બપોરના સમયે તડકો પડતાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. બીજી તરફ ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. નલિયામાં એકાએક ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ગગડતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

Advertisment

નલિયા બન્યું ઠંડુગાર, 5 ડિગ્રી સુધી નીચું પહોંચ્યું તાપમાન

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુરુવારે ઠંડીનો પારો એકાએક ગગડતા નલિયા ઠંડુગાર બની ગયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 5.1 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આમ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. જ્યારે 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. એક ડિગ્રી જેટલું તાપમાન ઘટતા અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુરુવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ28.216.4
ડીસા28.011.2
ગાંધીનગર26.514.5
વલ્લભ વિદ્યાનગર27.316.8
વડોદરા29.817.6
સુરત32.019.2
વલસાડ31.014.5
દમણ30.020.2
ભુજ28.411.8
નલિયા28.005.1
કંડલા પોર્ટ27.414.0
કંડલા એરપોર્ટ27.811.7
ભાવનગર28.616.9
દ્વારકા28.415.6
ઓખા25.719.3
પોરબંદર31.515.0
રાજકોટ32.912.9
વેરાવળ32.418.9
દીવ31.418.0
સુરેન્દ્રનગર30.014.5
મહુવા31.817.3

ઉત્તર ભારતમાં કેવી છે ઠંડી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. રાહતની વાત એ છે કે બપોરના સમયે તડકો પડવાની ધારણા છે, એટલે કે બર્ફીલા પવનોથી લોકોને થોડી રાહત મળી શકે છે. હવે ઠંડીમાં ઘટાડો થવાની ધારણા છે, પરંતુ ગાઢ ધુમ્મસ હજુ પણ મુશ્કેલી સર્જી શકે છે.

Advertisment

દિલ્હી-એનસીઆરમાં પણ આગામી દિવસોમાં સવારે ધુમ્મસનો સામનો કરવો પડશે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, યુપીમાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણના રાજ્યો કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. મતલબ કે આ રાજ્યોમાં વરસાદને કારણે ઠંડીમાં થોડો વધારો થઈ શકે છે. પરંતુ આ પછી આગામી પાંચ દિવસ સુધી દેશમાં ક્યાંય પણ શીત લહેર નહીં રહે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે શીત લહેર એટલે બર્ફીલા પવનો ફૂંકાવા. જ્યારે પર્વતો પર બરફ પડે છે, ત્યારે તે મેદાનો પર સીધી અસર કરે છે જ્યાં બરફ જેવા ઠંડા પવનો ફૂંકાવા લાગે છે. તે પવનોને કારણે કોલ્ડવેવની સ્થિતિ સર્જાય છે અને લોકોને ઠંડીનો ત્રાસ સહન કરવો પડે છે. પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થશે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત દેશ