/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Gujarat-winter-weather-updates-2.jpg)
આજનું હવામાન, ઠંડીનો સિતમ - EXPRESS PHOTO BY PRAVEEN KHANNA
Today Weather Updates, Gujarat Winter updates, આજનું હવામાન : ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીમાં મિશ્ર પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ક્યાં ઠંડી વીધી છે તો ક્યાંક ઠંડી ઘટેલી જોવા મળી હતી. નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી ઉચકાતા 15 ડિગ્રી લઘુત્તમ તાપમાને પહોંચ્યો હતો. જોકે, અમદાવાદ અને ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલી ઠંડી વધી હતી. ગુજરાતમાં ઠંડી 15 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે રહી હતી.
આજનું હવામાન : નલિયામાં એક ડિગ્રી તાપમાન વધ્યું, અમદાવાદ- ગાંધીનગરમાં ઠંડી વધી
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં ઠંડીમાં મીશ્ર પ્રભાવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ક્યાં ઠંડી વધતી તો ક્યાંક ઘટતી જોવા મળી હતી.શુક્રવારે ગુજરાતમાં તાપમાન 15 ડિગ્રીથી લઈને 21.1 સુધી નોંધાયું હતું. નલિયા 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, ઓખા 21.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 16 ડિગ્રી અને 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી બે ડિગ્રી જેટલી વધી હતી.
આજનું હવામાન : શુક્રવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 31.3 | 16.0 |
| ડીસા | 32.0 | 16.2 |
| ગાંધીનગર | 31.2 | 14.6 |
| વલ્લભ વિદ્યાનગર | 29.3 | 17.4 |
| વડોદરા | 31.0 | 15.0 |
| સુરત | 30.6 | 19.5 |
| વલસાડ | 32.0 | 15.4 |
| દમણ | 28.6 | 18.0 |
| ભુજ | 33.0 | 17.8 |
| નલિયા | 31.6 | 15.0 |
| કંડલા પોર્ટ | 29.3 | 18.3 |
| કંડલા એરપોર્ટ | 32.3 | 16.9 |
| ભાવનગર | 29.7 | 18.4 |
| દ્વારકા | 26.2 | 20.3 |
| ઓખા | 26.4 | 21.1 |
| પોરબંદર | 30.2 | 17.0 |
| રાજકોટ | 32.9 | 17.2 |
| વેરાવળ | 29.6 | 19.3 |
| દીવ | 29.0 | 15.5 |
| સુરેન્દ્રનગર | 32.5 | 16.4 |
| મહુવા | 30.4 | 16.7 |
આજનું હવામાન : ઉત્તર ભારતમાં કેવી છે ઠંડી?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દિલ્હી એનસીઆરમાં બે દિવસના વરસાદ બાદ શુક્રવારે આકાશ સ્વચ્છ રહ્યું હતું, જેના કારણે ઠંડીથી થોડી રાહત મળી હતી. જોકે લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન સરેરાશ કરતાં ચાર ડિગ્રી ઓછું 18.5 ડિગ્રી નોંધાયું હતું. ઘણા ભાગોમાં ધુમ્મસની ચાદર છવાયેલી હતી. જેના કારણે સવારે 9 વાગ્યા સુધી પાલમમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી.
આજનું હવામાન : ગાજવીજ સાથે વરસાદની સંભાવના
કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 4 ફેબ્રુઆરીએ દિલ્હી નજીક હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. દિલ્હી એનસીઆરમાં 5 ફેબ્રુઆરીથી વરસાદની ગતિવિધિઓ ઓછી થવા લાગશે અને 6 ફેબ્રુઆરી સુધીમાં હવામાન લગભગ સાફ થઈ જશે. શુક્રવારે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે આ સિઝનની સરેરાશ કરતાં એક ડિગ્રી ઓછી છે.
આજનું હવામાન : ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી શૂન્ય રહી
જ્યારે પાલમમાં પણ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી શૂન્ય રહી. તેમજ પાલમ દિલ્હીનું સૌથી ઠંડુ સ્થળ હતું. જ્યાં મહત્તમ તાપમાન સરેરાશ કરતાં છ ડિગ્રી ઓછું 16.1 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત આયાનગરમાં તાપમાનનો પારો સરેરાશ કરતાં પાંચ ડિગ્રી ઓછો 18 ડિગ્રી નોંધાયો હતો. રિજમાં તે 18.5 ડિગ્રી હતું, જે સરેરાશ કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. ગુરુગ્રામમાં પારો 15.9 અને 07.1 ડિગ્રી રહ્યો હતો. જે એનસીઆરમાં સૌથી ઠંડું સ્થળ હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/fog-weather-updates.jpg)
તાપમાન સરેરાશથી નીચે રહેવા છતાં દિવસ દરમિયાન તડકો પડતાં લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી હતી. સૂર્યપ્રકાશની ગરમીનો અહેસાસ થતાં લોકોએ રાહત અનુભવી હતી. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ ધુમ્મસ પણ હળવું બન્યું અને પાલમમાં દૃશ્યતા વધીને 25 મીટર થઈ ગઈ. જ્યારે સફદરજંગમાં તે 50 મીટર હતો. એરસ્ટ્રીપમાં સુધારાને કારણે તે 300 થી 500 મીટર સુધી નીચે આવી ગયું.
આજનું હવામાન : ધુમ્મસના કારણે હવાઈ અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો
જો કે ધુમ્મસના કારણે હવાઈ અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઉત્તર રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'ખૂબ ગાઢ' ધુમ્મસને કારણે 23 ટ્રેનો મોડી ચાલી રહી હતી. દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ભાગોમાં સવારના સમયે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહી શકે છે.
હવામાન વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સવારે 9 વાગ્યે હવાની ગુણવત્તા 178 હતી, જે 'મધ્યમ' શ્રેણીમાં આવે છે. ગુરુવારે હવાની ગુણવત્તા સૂચકાંક 177 હતો. હવામાન વિભાગે શનિવારે દિવસ દરમિયાન વાદળછાયું આકાશ અને ગાઢથી મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us