Today Weather latest updates, Gujarat Winter : નવા વર્ષની શરૂઆત હાડકા થીજવી દેનારી ઠંડી સાથે થઈ છે. પંજાબ, ઉત્તર રાજસ્થાન, હરિયાણાથી લઈને દક્ષિણ ઉત્તરાખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળ સુધીના હિમાલયના વિસ્તારો ગાઢ ધુમ્મસની લપેટમાં જોવા મળ્યા હતા. અડધો ભારત કોલ્ડવેવની ઝપેટમાં છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મોટા ભાગના સ્થળોએ પહેલાથી જ શૂન્યથી નીચે રહેલો પારો વધુ નીચે ગયો છે. પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પારો માઈનસ 10 ડિગ્રીથી નીચે ગયો છે.
ગુજરાતમાં કેવી છે ઠંડી?
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઠંડી પોતાનું આકરું સ્વરૂપ ધારણ કરી રહી છે. ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં નલિયામાં 8 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે આજે બુધવારે વહેલ સવારે ઠંડીનો જોરદાર ચમકારો પણ અનુભાયો હતો. ગુજરાતમાં મંગળવારે 8.4 ડિગ્રીથી 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી રહી હતી.
નલિયામાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ
ગુજરાતમાં ઠંડી પોતાના અસલી સ્વરૂપમાં આવી રહી છે. બુધવારે વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલાં આંકડા પ્રમાણે ગુજરાતમાં 8.4 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 25.6 15.9 ડીસા 27.2 13.2 ગાંધીનગર 25.2 14.0 વલ્લભ વિદ્યાનગર 24.6 15.8 વડોદરા 27.0 17.0 સુરત 29.4 17.4 વલસાડ 34.0 17.0 દમણ 27.6 18.0 ભુજ 27.7 11.7 નલિયા 27.8 8.4 કંડલા પોર્ટ 27.5 15.3 કંડલા એરપોર્ટ 27.3 11.9 ભાવનગર 28.0 16.4 દ્વારકા 28.4 15.9 ઓખા 27.9 19.8 પોરબંદર 29.7 14.4 રાજકોટ 29.5 12.8 વેરાવળ 29.8 17.7 દીવ 28.8 17.0 સુરેન્દ્રનગર 27.3 14.0 મહુવા 30.4 14.1
ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે
ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને ઠંડીને જોતા 6 જાન્યુઆરી સુધી નર્સરીથી 8મી સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ જણાવ્યું હતું કે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે તમામ બોર્ડ સંલગ્ન શાળાઓમાં નર્સરીથી આઠમા ધોરણ સુધીના બાળકો માટે 6 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ આદેશનું પાલન ન કરનાર શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ત્રણ દિવસ ગાઢ ધુમ્મસ રહેશે
3 જાન્યુઆરી વિશે વાત કરતા IMDએ જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ઠંડા દિવસની ગંભીર સ્થિતિ પ્રવર્તી શકે છે. તે જ સમયે, ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ પ્રવર્તી શકે છે.