Gujarat Rain : ગુજરાતમાં ખેલૈયાઓને થોડી રાહત, હવામાન વિભાગે આજ માટે શું કરી આગાહી?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં ખેલૈયાઓ માટે થોડા રાહતના સમાચાર છે. આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં ખેલૈયાઓ માટે થોડા રાહતના સમાચાર છે. આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે.

author-image
Ankit Patel
New Update
Gujarat rain today forecast

ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો - photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં નવરાત્રી ધમધોકાર ચાલી રહી છે. બીજી તરફ વરસાદ પણ ચાલી રહ્યો છે. જોકે, ગુજરાતમાં ખેલૈયાઓ માટે થોડા રાહતના સમાચાર છે. આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે.

Advertisment

ગુજરાતમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે ગુરુવારના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં એકદમ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચોઃ- અમદાવાદ: રિકસ્ટ્રક્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં સાઈકો કિલર ઠાર

Advertisment

અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 25 સપ્ટેમ્બર 2025, ગુરુવારના દિવસે અમદાવાદના આકાશમાં 72 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જોકે, આજે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કિલોમીટર રહેશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત