Traffic police ac helmet : અમદાવાદ ટ્રાફિક પોલીસને ખાસ પ્રકારનું એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે, જે તેમને ગરમીમાં રક્ષણ આપશે. આપણે જોઈએ છે કે, ટ્રાફિક પોલીસ, ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદ હોય ટ્રાફિક સંચાલન, અને પાલન કરાવવા હંમેશા રસ્તા પર ઉભા હોય છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસને ગરમીમાં રાહત મળે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે, પ્રારંભિક તબક્કે ત્રણ પોઈન્ટ પર હેલ્મેટ આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ પોઈન્ટ ઠક્કરબાપાનગર, નાના ચિલોડા અને પિરાણાના ટ્રાફિક પોઈન્ટ પર એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વડા અનુસાર, આ હેલમેટનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ટ્રાફિક પોલીસની સલામતી અને આરામ માટે પ્રયોગ કરવામાં આવ્યો છે, ત્યારબાદ વધુ કર્મચારીઓને આ પ્રકારના એસી હેલમેટ આપવામાં આવશે.
ટ્રાફિક પોલીસને હંમેશા ગરમી, વરસાદ કે ઠંડીમાં ટ્રાફિકનું સંચાલન કરતી જોવા મળે છે, અત્યાર સુધી તેમને સફેદ કલરના હેલ્મેટ આપવામાં આવતા હતા, પરંતુ આ હેલ્મેટમાં એસી જેવો ઠંડો પવન આવે તે પ્રકારની સુવિધા છે. જે બેટરીથી સંચાલીત હશે, જેને ચાર્જિંગ કરી ઉપયોગમાં લઈ શકાશે. તો જોઈએ શું છે ખાસિયત
ટ્રાફિક પોલીસ એસી હેલ્મેટ ખાસિયત
- આ એસી હેલ્મેટ બેટરીથી સંચાલીત હશે, એક વાર ચાર્જ કરવાથી કલાકો ઉપયોગ કરી શકાશે
- આ હેલ્મેટ કમરમાં લગાવેલ બેટરી તથા અન્ય એક ડિવાઈસ સાથે કનેક્ટ થયેલું જોવા મળી રહ્યું છે
- ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળશે
- ટ્રાફિક પોલીસને આંખ અને નાક પણ સલામત રાખશે, જેથી સ્વાસ્થ્ય ન બગડે
આ પણ વાંચો – Ahmedabad Traffic : ગુજરાત હાઈકોર્ટની ટકોર : ‘ટાયર કિલર લગાવો ત્યાં CCTV પણ લગાવો, … સુધારવા અશક્ય’
તમને જણાવી દઈએ કે, ટ્રાફિક પોલીસને ચોમાસા માટે રેન્કોટ આપવામાં આવે છે, શિયાળામાં ઠંડીના રક્ષણ માટે કોટ આપવામાં આવે છે. હવે તેમની સુવિધા માટે વધુ એક પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલમાં 3 હેલ્મેટ આપવામાં આવ્યા છે, જો આ પ્રયોગ સફળ રહેશે તો વધુ હેલ્મેટ ખરીદી કરવામાં આવી શકે છે.





