/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Surat-woman-police-constable-suicide.jpg)
સુરત મહિલા પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા (પ્રતિકાત્મક તસવીર - એક્સપ્રેસ)
Surat Woman Police Constable Suicide : સુરતમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવા મહિલા પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું છે. પોલીસને મળેલી સુસાઇડ નોટ ઘણું બધુ કહી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં 26 વર્ષીય આદિવાસી મહિલા પોલીસ કોન્સ્ટેબલે સોમવારે કથિત રીતે પોતાના દોસ્તની સાથે રહેતા આવાસમાં કથિત રીતે આત્મહત્યા કરતા મૃત્યું પામી હતી. પોલીસે કોન્સ્ટેબલની ઓળખ મહેન્દ્ર ચૌધરીની પુત્રી હર્ષા ચૌધરી તરીકે કરી હતી, જે સિંઘનપુર પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક દળમાં ફરજ બજાવતા હતા.
પોલીસને તેના ફોન પરથી મળી આવેલી કથિત સુસાઈડ નોટ ગુજરાતીમાં લખેલી છે, "હું મારા જીવનથી કંટાળી ગઈ છું અને મારા જીવનનો કોઈ અર્થ નથી. મે એક વિશ્વાસ કર્યો હતો અને તે મેં ભૂલ કરી હતી."
પોલીસના જણાવ્યા અનુસાર, હર્ષા 17 માર્ચે ડ્યુટી માટે આવી હતી પરંતુ, સોમવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ન હતો. જ્યારે સ્ટેશન ઈન્ચાર્જે સવારે 11 વાગ્યે ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, તે બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચશે.
તેણીની મિત્ર જીગીષા ચૌધરી, જે એક ખાનગી શાળામાં ભણાવે છે, તે સોમવારે સાંજે કામ પરથી પરત ફરી, તે વખતે તેના ફ્લેટને અંદરથી તાળું મારેલું જોવા મળ્યું હતું. તેણીએ હર્ષાને તેના મોબાઈલ ફોન પર ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
જિગીષા ચૌધરીએ જાણ કરતાં સિંઘનપુર પોલીસ ફ્લેટ પર પહોંચી અને મુખ્ય દરવાજો તોડી નાખ્યો. તેઓને ડ્રોઈંગ રૂમમાં હર્ષા મૃત હાલતમાં જોવા મળી હતી. હર્ષાની માતા માંગરોળ તાલુકાના વાડી ગામે રહે છે. તેની એક નાની બહેન પણ હયાત છે.
મંગળવારે સુરતની SMIMER હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. સાંજે તેમના ગામમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટી નમાજ મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો કેસ: વધુ ત્રણની ધરપકડ, જુઓ શું છે પૂરો મામલો?
સિંઘણપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી ગોહિલે જણાવ્યું હતું કે, “હર્ષાબેન અપરિણીત હતા અને સુરતમાં તેમની એક ફ્રેન્ડ સાથે રહેતી હતી. તે એક સારી ઓફિસર હતી અને તેની ફરજોમાં નિયમિત હતી. પોલીસ સ્ટેશનમાંથી વિવિધ સરકારી કચેરીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્રો એકત્ર કરીને પહોંચાડવાનું કામ તેમને આપવામાં આવ્યું હતું. અમને એક સુસાઈડ નોટ મળી છે, અમે તેના રૂમમેટ સહિત તેની નજીકના લોકો સાથે વાત કરીશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us