સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Gujarat News : અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી

Gujarat News : અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી

author-image
Ashish Goyal
New Update
kalana Village clash

સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ઉતારવામાં આવી છે Photograph: (સોશિયલ મીડિયા)

Gujarat News : અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે વધુ વકર્યો હતો. 

Advertisment

આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. એસપી અને ડીવાયએસપી પણ પહોંચી ગયા હતા. 

પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના DVR પણ કબજે કર્યા

પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના DVR પણ કબજે કર્યા છે. ગામના પ્રવેશદ્વાર પર બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે, જ્યાંથી અંદર આવનાર લોકોનું ચેકિંગ કરવામાં આવશે. પથ્થરમારાની ઘટના બાદ પોલીસની કડક કાર્યવાહીના ડરથી કલાણા ગામના મોટાભાગના લોકોના ઘર ખાલી જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો - ગુજરાતે મેળવી ખાસ સિદ્ધિ, ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો

Advertisment

કલાણા ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ એકબીજાની સામે જોવાની બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા હતા અને મારામારી કરી હતી. જેના પગલે પોલીસે બંને પક્ષોની FIR દાખલ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગામમાં શાંતિ પ્રવર્તે છે. આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 42 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. આરોપીઓને ડ્રોનની મદદથી પણ પકડવામાં આવી રહ્યા છે.

ગુજરાત પોલીસ ગુજરાત