Union Minister Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. સોમવારે 18 નવેમ્બર 2024ના સાંજે કેન્દ્રિય મંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. અમિત શાહે ગુજરાતમાં આવ્યા બાદ સોમવારે રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહ આજે મંગળવારે પણ ગુજરાતમાં રોકાશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
અમિત શાહનો આજનો કાર્યક્રમ
જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંપૂર્ણ કાર્યક્રમ
પહેલો કાર્યક્રમ
અમિત શાહ આજે 19 નવેમ્બર 2024, મંગળવારે સવારે 10.30 વાગ્યા ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરના દાંડી કુટીરમાં ગાંધીનગર ફિલાટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ફઇલા વિસ્ટા 2024નું ઉદ્ઘાટન કરશે
બીજો કાર્યક્રમ
ગાંધીનગરના નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં સવારે 11.30 વાગ્યે અમિત શાહર 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદમાં ભાગ લશે.
ત્રીજો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ હિંમતનગર જશે જ્યાં બપોરે 2.30 વાગ્યે સાબર ડેરીમાં 800 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે અત્યાધુનિક પશુ આહાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચોઃ- મરીન નેશનલ પાર્ક દરિયાઇ જીવ સૃષ્ટિનો અદ્ભૂત નજારો, તમને કરી દેશે મંત્રમુગ્ધ
ચોથો કાર્યક્રમ
અમિત શાહ હિંમતનગરની સાબર ડેરીના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ સાણંદના શેલામાં સાંજે 4 વાગ્યે શેલા તળાવનું ઉદ્ઘાટન કરશે.