Uttarayan Kite Festival In Ahmedabad Kite Museum: ઉત્તરાયણ એટલે પતંગનો તહેવાર છે. ગુજરાતની ઉત્તરાયણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. જેમાં દેશ અને વિદેશામાંથી મોટી સંખ્યામાં પતંગબાજો ઉત્તરાયણ પર આકાશમાં પતંગો વચ્ચે પેચ લગાવે છે. ઉત્તરાયણ પર આકાશ વિવિધ આકાર અને રંગોની પતંગોથી ભરાઇ જાય છે. અમદાવાદના પતંગોત્સવ જેટલો પ્રખ્યાત છે એટલું જ પતંગ મ્યુઝિયમ પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતનું એક માત્ર પતંગ મ્યુઝિયમ ગુજરાતના અમદાવાદમાં આવેલું છે.
Ahmedabad Kite Museum: અમદાવાદનું પતંગ મ્યુઝિયમ
અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ આવેલું છે, જે આ પ્રકારનું ભારતનું એક માત્ર અને દુનિયાનું બીજું કાઇટ મ્યુઝિયમ છે. આ કાઇટ મ્યુઝિયમમાં 200થી વધારે કલાત્મક પતંગો છે. અહીં ઇ.સ. પૂર્વ 200 થી આજ સુધીના પતંગનો આંતરરાષ્ટ્રીય સચિત્ર ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. કાઇટ મ્યુઝિયમમાં પતંગો અને કાગળોના પ્રકારોનો અસાધારણ ક્લેક્શન જોઈ શકાય છે જેનો ઉપયોગ પતંગ બનાવવા માટે થાય છે.
અમદાવાદના પતંગ મ્યુઝિયમની કલ્પના ભાનુ ભાઇ શાહની દેન છે. તેમણે વર્ષો સુધી વિવિધ આકાર, કદ અને રંગના પતંગો સંગ્રહ કર્યા હતા. વિવિધ પ્રકારના પતંગો એકઠાં કરવામાં અને તેના વિશે માહિતી મેળવવામાં તેમણે વર્ષો સુધી મહેનત કરી હતી. વર્ષ 1982માં સ્કાય એબોવો ઈન્ડિયા નામનું એક્ઝિબિશનમાં તેમણે પોતાના પતંગો મોકલ્યા હતા, જ્યાં તેને ખુબ વખાઇ થયા હતા.
આ પછી ભાનુ ભાઇ શાહને પતંગ મ્યુઝિયમ બનાવવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 1986માં તત્કાલિન અમદાવાદના કમિશ્નર દ્વાલા પાલડીના સંસ્કાર કેન્દ્રમાં જગ્યા ફાળવવામાં આવી અને આ રીતે અમદાવાદમાં ભારતનું પ્રથમ પતંગ મ્યુઝિયમ સ્થાપયું. આમ કાઇટ મ્યુઝિયમે 40 વર્ષની સફર જોઇ છે.

પતંગ મ્યુઝિયમ એટલે પતંગ વિશે રસપ્રદ ઇતિહાસ અને જાણકારી
પતંગ મ્યુઝિયમ શરૂ થયા બાદ પતંગ સંગ્રહ ધીમે ધીમે શ્રેણીમાં વધતો ગયો. આજે 200થી વધુ પતંગો આ કાઇટ મ્યુઝિયમમાં રસપ્રદ ચિત્રો અને ફોટોગ્રાફ્સ સાથે પ્રદર્શિત કરવામાં આવેલા છે. મ્યુઝિયમમાં પતંગો અને કાગળોના પ્રકારોનો અસાધારણ સંગ્રહ જોઈ શકાય છે જેનો ઉપયોગ પતંગ બનાવવા માટે થાય છે.
પતંગ મ્યુઝિયમમાં સમાવિષ્ટ કસ્ટમ મેડ પતંગોના સંગ્રહમાં મિરર વર્ક પતંગો, 16-22 સેમી લાંબી પતંગો, જાપાનીઝ પતંગો અને બ્લોક પ્રિન્ટ પતંગોનો સમાવેશ થાય છે. મ્યુઝિયમોમાં પ્રદર્શનમાં માત્ર પતંગ જ નહીં પણ રસપ્રદ ચિત્રો અને ચિત્રો પણ છે. અહીં ગરબા નૃત્યના ચિત્રો સાથે 16 ફૂટ લાંબી પતંગ, મિરર-વર્ક પતંગ, બ્લોક-સ્ટાઈલ પતંગ, રાધા-કૃષ્ણ પતંગ, જાપાનીઝ પતંગ જોઇ મુલાકાતીઓ આશ્ચર્યચકિત થાય છે.





