વડોદરા અકસ્માત : કન્ટેનરની ટક્કરથી છકડાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, 10ના મોત, 4 ઈજાગ્રસ્ત

Vadodara accident : વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે આજે કન્ટેનર અને છકડા વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો જેમાં છકડા (container chhakdo rickshaw accident) માં સવાર 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Written by Kiran Mehta
Updated : October 04, 2022 18:34 IST
વડોદરા અકસ્માત : કન્ટેનરની ટક્કરથી છકડાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, 10ના મોત, 4 ઈજાગ્રસ્ત
વડોદરા કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત, 10ના મોત, 4 ઈજાગ્રસ્ત

Vadodara Accident : વડોદરાથી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કન્ટેનર (contener) અને છકડા (chhakdo rickshaw) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત (seven people died) થયા હોવાનું કન્ફર્મ થઈ ગયું છે, અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે આજે કન્ટેનર અને છકડા વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો જેમાં છકડાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં છકડામાં સવાર 14 લોકોમાંથી 10 લોકોના મોતની કોર્પોરેશન અધિકારી દ્વારા પુષ્ટી કરવામાં આવી ત્યારબાદ મોતનો આંકડો 10 સુધી પહોંચી ગયો છે, જ્યારે અન્ય ચાર મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે સયાજીરાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ક્યાં અને કોની વચ્ચે અકસ્માત સર્જાયો

વડોદરાના દુમાડ ચોકડી પાસે NH48 પર મંગળવારે એક ટ્રેલર ટ્રકે શટલ રિક્ષાને કચડી નાખતાં 10 લોકોના મોત થયા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, છકડામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે છકડાના પતરા કાપવા પડ્યા હતા, અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. એરફોર્સના કર્મચારીઓની મદદથી ફાયર અધિકારીઓની એક ટીમે મૃતદેહોને બહાર કાઢવા માટે ધાતુની છતને કાપવી પડી હતી.

કેવી રીતે સર્જાયો અકસ્માત

પ્રાથમિક અહેવાલ અનુસાર, મંગળવારે બપોરના સમયે નેશનલ હાઈવ 48 પર સુરતથી અમદાવાદ તરફ સ્પીડમાં કન્ટેનર પસાર થઈ રહ્યું હતું, તે સમયે કારને બચાવવા જતા કન્ટેનરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને રોન્ગ સાઈડ આવી ગયું. આ દરમિયાન રોડ પર 14 જેટલા પેસેન્જર ભરેલો છકડો પસાર થઈ રહ્યો હતો, જે કન્ટેનરની અડફેટે આવી ગયો અને કન્ટેરની નીચે દબાઈ જતા ફૂરચે-ફૂરચા ઉડી ગયા. છકડામાં રહેલા મુસાફરો છકડાની બોડીમાં ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા છકડાની છતનું પતરૂ કાપવું પડ્યું હતું. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કન્ટેનર એરફોર્સની કમ્પાઉન્ડ દિવાલ સાથે ટકરાઈ જેમાં દિવાલ પણ તૂટી ગઈ હતી.

અકસ્માત સર્જાયા બાદ એરફોર્સના કર્માચારીઓ, વાહનચાલકો, ફાયરની ટીમ દ્વારા તુરંત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી અને છકડામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતનો ભોગ બનનાર મુસાફરો કોણ હતા, અધિકારીએ શું જણાવ્યું?

અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો ગુજરાતના દાહોદ જિલ્લા અને મધ્યપ્રદેશના અલીરાજપુરના હતા. તો ચાર ઘાયલોને સારવાર માટે SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે માર્યા ગયેલા લોકોના મૃતદેહોને ઓળખ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન 4, પન્ના મોમાયા અને મદદનીશ પોલીસ કમિશનર મેઘા તિવાર અને જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કરોડિયા તપાસની દેખરેખ માટે SSG હોસ્પિટલ પહોંચ્યા.

અધિકારીએ શું જણાવ્યું

ડીસીપી મોમાયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “આ ક્ષણે, અમે દસ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છીએ. ચાર ઘાયલ વ્યક્તિઓની સ્થિતિ સ્થિર છે. અમે એક વ્યક્તિની પણ અટકાયત કરી છે, જે ઘાયલ પણ છે. અમે વધુ વિગતો મેળવી રહ્યા છીએ. ટ્રેલર અને તપાસ ચાલુ છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ