અદિતિ રાજાઃ બેધડક સ્પષ્ટ વક્તા રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા શહેરમાં ભાજપના સૌથી મોટા નેતા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં બ્રાહ્મણ ચેહરો, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને 2002માં ગુજરાત હિંસામાં કેટલાક આરોપીઓનો બચાવ કરનારા વકીલ છે. તેઓ વડોદરાના રાવપુરા બેઠક ઉપરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ઓગસ્ટમાં તેમની પાસેથી રેવન્યૂ વિભાગનો કાર્યભાર પાછો લેવામાં આવ્યો હતો ત્યારથી તેઓ લો પ્રોફાઈલ રહ્યા છે.
સપ્ટેમ્બર 2021માં જ્યારે પટેલ સરકારે વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારની જગ્યા લીધી ત્યારે 68 વર્ષીય ત્રિવેદીને નંબર બે માનવામાં આવતા હતા. કારણ કે તેમને રેવન્યૂ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કાયદો અને ન્યાય તેમજ વિધાયી અને સંસદીય જેવા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. પટેલ સરકારની પહેલી કેબિનેટ બેઠક બાદ ત્રિવેદી અને શિક્ષા મંત્રી જીતુ વાઘાણીને પણ રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે નિમવામાં આવ્યા હતા.
એક સક્રિય મંત્રી તરીકે તેમના રેવન્યૂ વિભાગની વિવિધ ઓફિસોમાં અચાનક દરોડા પાડી અને સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરીને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. જાન્યુઆરીમાં ત્રિવેદીના નિર્દેશોના આધારે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ માટે સરકારે નવસારીમાં ખેડૂતોને તેમની જમીન સંપાદન કરવા માટે ચૂકવેલ વળતરને જપ્ત કરવામાં કથિત ભૂમિકા બદલ સુરત અને નવસારીમાં વકીલો સહિત લોકોના જૂથ સામે 14 ફરિયાદો નોંધવામાં આવી હતી.
જ્યારે મંત્રીએ સ્ટ્રીટ વેન્ડરની તુલના જમીન હડનાર સાથે કરી ત્યારે મોટો વિવાદ ઊભો થયો હતો અને ત્યારબાદ ગત નવેમ્બરમાં મુખ્યમંત્રી અને રાજ્ય ભાજપ પ્રમુખ સીઆર પાટીલે રાજેન્દ્ર ત્રિવેદી સામે કાર્યવાહી કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાની લો પ્રોફાઈલ હોવા છતાં તેઓ રાજ્યમાં પાર્ટીના પ્રમુખ નેતા રહ્યા છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, ‘ભાજપ 1995થી સતત રાવપુરા સીટ જીતી રહી છે. આ પહેલા પણ જનસંઘે રાવપુરા સીટ પર જીત મેળવી હતી.
રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા શહેરમાં પાર્ટીના મોટા નેતા છે. તેમણે 2012 અને 2017માં ભારે અંતરથી સીટ જીતી હતી. હજી સુધી રાવપુરાના ઉમેદવાર ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી. કારણ કે આ પાર્ટીની સંસદીય સમિતિનો નિર્ણય હશે. પરંતુ પાર્ટી તેમના (ત્રિવેદી) કામને ઓળખે છે જોકે, અત્યારે તેમને બીજો મોકો ન આપવાનું કોઈ જ કારણ નથી.’
ત્રિવેદી વ્યવસાયે વકીલ છે. ભાજપમાં તેઓ ઝડપથી આગળ આવ્યા હતા. તેમણે 1993 અને 1996 વચ્ચે શહેરના ઉપપ્રમુખ તરીકે કામ કર્યું હતું. 2022માં ગુજરાત હિંસામાં કેટલાક આરોપીઓનો બચાવ પણ કર્યો હતો. તેઓ બેસ્ટ બેકરી નરસંહાર મામલામાં બચાવ પક્ષના વકીલો પૈકી એક હતા. તેઓ 2002માં ગુલબર્ગ નરસંહાર મામલામાં પણ હાજર થયા હતા. ત્રિવેદી 1995થી 2000 સુધી વડોદરા કોર્પોરેશનમાં અને 2005થી 2010 સુધી કોર્પોરેટર રહ્યા હતા.