વડોદરા બોટ દુર્ઘટના : વડોદરા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ બુધવારે 18 જાન્યુઆરીની હરણી બોટ દુર્ઘટનામાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સના વધુ બે આરોપી ભાગીદારોની ધરપકડ કરી હતી. આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. એસઆઈટીને અકસ્માતનો એફએસએલ રિપોર્ટ મળી ગયો છે, જેમાં જણાવાયું છે કે, “ઓવર લોડ અને લાઇફ જેકેટ વગર” સવારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
એફએસએલ રિપોર્ટમાં શું સામે આવ્યું?
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 4, પન્ના મોમાયા, જેઓ SITના સુપરવાઇઝિંગ ઓફિસર છે, તેમણે જણાવ્યું હતું કે, “અમને FSL રિપોર્ટ મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટના ક્ષમતા કરતા વધારે બોટમાં ભીડ અને લાઇફ જેકેટની ગેરહાજરીને કારણે બની હતી. “ટેક્નિકલ ખામી હોવા છતાં, એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, બોટ તેની ક્ષમતા કરતાં વધુ ભરેલી હતી, જેના કારણે બોટ પલટી ગઈ હતી.”
એસઆઈટીએ મુંબઈ સ્થિત દીપેન શાહ અને ધર્મિલ શાહની પણ ધરપકડ કરી હતી, જેઓ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સમાં 5% શેર સાથે ભાગીદાર હોવાનું કહેવાય છે. બંને ભાગીદારો તેમના વકીલને મળવા વડોદરા આવી રહ્યા હોવાની બાતમી આધારે SIT એ તેઓને શહેરના અલકાપુરી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. મોમાયાએ જણાવ્યું હતું કે, “ધર્મીલ શાહ અને દીપેન શાહની બુધવારે ચકલી સર્કલથી ધરપકડ કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેઓ પેઢીમાં 5% ભાગીદાર છે. અમે નોટરીની પણ પૂછપરછ શરૂ કરી છે કે, કોણ કોણ ભાગીદાર છે.” મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે ભાગીદારી ડીડ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એ સુનિશ્ચિત કરવા માટે છે કે, કોઈ ભાગીદાર એવો દાવો ન કરે કે તેણે ભાગીદારી ખત પર અમે હસ્તાક્ષર કર્યા નથી.
હાલમાં જૈન બોટિંગની સુવિધા ચલાવતા હતા, જ્યારે તળાવમાં જે બોટો હતી તે અલ્પેશ ભટ્ટની હતી, અલ્પેશ ભટ્ટે પોતે બોટ ચલાવવાનું બંધ કરી દીધું હતું. વડોદરાની એક કોર્ટે બુધવારે બે મુખ્ય આરોપીઓ ગોપાલ શાહ અને પરેશ શાહના પોલીસ રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. મોમાયાએ કહ્યું, “કાયદા દ્વારા પૂરી પાડવામાં આવેલ 14 દિવસની પોલીસ કસ્ટડીની ઔપચારિક અવધિ પૂર્ણ થઈ ગઈ હોવાથી, પોલીસે આ કેસમાં કોઈ વધારે રિમાન્ડની માંગ કરી નથી…”
કોણ કોણ હજુ ધરપકડથી દૂર?
મોમાયાએ જણાવ્યું હતું કે, પોલીસ ટીમો પરેશ શાહના પરિવારના સભ્યો – પત્ની નૂતન, પુત્ર વત્સલ અને પુત્રી વૈશાખી અને અન્ય ચાર સહયોગીઓને શોધવાનું ચાલુ રાખ્યું હોવા છતાં, SIT ને પણ ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) હેઠળ વડોદરા દ્વારા જાહેર કરાયેલ વોરંટ મળ્યું છે. મોમાયાએ કહ્યું, “કોર્ટ દ્વારા CrPC 70 હેઠળ જાહેર કરાયેલ વોરંટ ચાર ભાગીદારોની ધરપકડ માટે છે જેમની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પ્રક્રિયા મુજબ, જો તેઓ એક મહિનાની અંદર કોર્ટમાં હાજર નહીં થાય, તો તેમની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.”
આ પણ વાંચો – વડોદરા બોટ દુર્ઘટના : આરોપી ગોપાલ, પરેશ શાહને 8 દિવસની પોલીસ કસ્ટડી
મોમાયાએ જણાવ્યું હતું કે, SIT વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અનુક્રમે હાથ ધરાયેલી આંતરિક તપાસના અહેવાલની પણ રાહ જોઈ રહી છે, તે જાણવા માટે કે, શું બેદરકારી માટે VMC વિભાગના કોઈ કર્મચારી અથવા સ્કૂલના કોઈ જવાબદારની બેદરકારી છે કે નહી, જેમના નામ કેસમાં નોંધવા કે નહી.
આ કેસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 21 આરોપીઓમાંથી વડોદરા SIT એ કુલ 16ની ધરપકડ કરી છે.





