અદિતી રાજા : વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટનામાં તેમના બાળકોના મોતનો શોક વ્યક્ત કરનારાઓમાં એક દંપતી એવું પણ છે, જેમણે લગ્નના 17 વર્ષ પછી જન્મેલા તેમના બે બાળકો ગુમાવ્યા છે.
આજવા રોડ પર રહેતા પરિવારે જ્યારે બોટ પલટી ગઈ તેમાં બંને બાળકોને ગુમાવ્યા – એક છોકરો – ધોરણ 2 નો વિદ્યાર્થી, અને તેની બહેન, એક ધોરણ 3 ની વિદ્યાર્થીની – ગુરુવારે શાળાની પિકનિક દરમિયાન ન્યૂ સનરાઈઝ સ્કૂલના ઓછામાં ઓછા 12 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા દંપતીના એક સંબંધીએ જણાવ્યું હતું કે, તળાવમાંથી બહાર કાઢ્યા બાદ બંને બાળકોને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓને જીવિત કરી શકાયા ન હતા. “તેઓ તેમના માતા-પિતાના લગ્નના 17 વર્ષ પછી જન્મ્યા હતા. બંને બાળકોના જન્મ પહેલા માતા-પિતાએ વર્ષો સુધી વિવિધ મંદિરોમાં ભગવાનને પ્રાર્થના કરી, પથ્થર એટલા દેવ પૂજ્યા, હોસ્પિટલોના પગથિયા ચક્કર લગાવ્યા.”
સંબંધીઓના જણાવ્યા અનુસાર, બાળકોના પિતા યુનાઇટેડ કિંગડમ (યુકે) માં હતા અને હવે વડોદરા આવી રહ્યા છે.
પાણીગેટ મસ્જિદના મૌલવી મુફ્તી ઈમરાને જણાવ્યું હતું કે, પરિવારે SSG હોસ્પિટલમાં ઔપચારિકતા પૂરી કરી હતી, જ્યાં બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “પરિવાર આવતીકાલે બંને બાળકોના મૃતદેહને તેમના પિતા અંતિમ સંસ્કાર માટે ઈન્ડિયા આવી જાય પછી લેશે.”
ન્યૂ સનરાઇઝ સ્કૂલ, જ્યાં ભાઈ-બહેન બંને અભ્યાસ કરતા હતા, આ સ્કૂલ નેવિલ વાડિયા દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ ક્રિકેટ પ્રત્યેના તેમના પ્રેમ માટે વડોદરાના સામાજિક વર્તુળોમાં જાણીતા છે. વાડિયા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ક્રિકેટર તરીકે નોંધાયેલા છે, જોકે તેમની ક્યારેય વ્યાવસાયિક ક્રિકેટ કારકિર્દી નહોતી.
આ પણ વાંચો – વડોદરા : તળાવમાં બોટ પલટી, 15 બાળકો અને 2 ટીચર સહિત 17 ના મોત, દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાઈ
શાળાની વેબસાઈટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાડિયા અને અન્ય ટ્રસ્ટીઓના ફોટોગ્રાફ્સ છે, જેઓ તેમની જૂન 2022 માં વડોદરાની મુલાકાત દરમિયાન તેમને મળ્યા હતા. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલ સાથે ટ્રસ્ટીઓના ફોટા પણ છે, તેમના ઇવેન્ટ પેજ પર.





