વડોદરા બોટ દુર્ઘટના : એક સપ્તાહ બાદ લેક ઝોન ઇન્ચાર્જ પરેશ શાહની અટકાયત

Vadodara Boat Tragedy : વડોદરા બોટ દુર્ઘટના કેસમાં 20 આરોપીમાંથી વધુ એક પરેશ શાહની અટકાયત કરવામાં આવી છે, જે લેક ​​ઝોનમાં ફેસિલિટીની કામગીરી સંભાળતો હતો.

Written by Kiran Mehta
January 25, 2024 17:56 IST
વડોદરા બોટ દુર્ઘટના : એક સપ્તાહ બાદ લેક ઝોન ઇન્ચાર્જ પરેશ શાહની અટકાયત
વડોદરા બોટ દુર્ઘટના મામલે વધુ એકની અટકાયત

વડોદરા બોટ દુર્ઘટના કેસમાં અપડેટ સામે આવ્યું છે. વડોદરા ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ગુરુવારે 18 જાન્યુઆરીની હરણી બોટ દુર્ઘટના, જેમાં 12 શાળાના વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. આ સંબંધિત હત્યા અને બેદરકારીના કેસમાં નોંધાયેલા નવમા આરોપી પરેશ શાહની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. પરેશને વડોદરા શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે પકડી પાડ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વડોદરા બોટ દુર્ઘટના કેસ મામલેે પરેશ સામે 20 જાન્યુઆરીના રોજ મામલો નોંધવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તે વડોદરા કોર્પોરેશન દ્વારા કરાર કરાયેલી પેઢી મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સમાં ભાગીદાર ન હતો, તો પણ તે લેક ​​ઝોન યાચિંગ ફેસિલિટીમાં રોજબરોજની કામગીરી સંભાળતો હતો.

વડોદરા બોટ દુર્ઘટના કેસ મામલે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) યુવરાજસિંહ જાડેજા, જેઓ એસઆઈટીના સુપરવાઈઝિંગ ઓફિસર છે, તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, પરેશને વડોદરા બહારથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. “પરેશ શાહ અને ગોપાલ શાહની ગુરુવારે દિવસ દરમિયાન ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા બોટ દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 ની અટકાયત

બુધવારે છત્તીસગઢમાં ઝડપાયેલા ગોપાલ શાહ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ટૂંક સમયમાં વડોદરા પહોંચે તેવી અમને અપેક્ષા છે. પરેશ શાહને વડોદરાની બહારથી SOG દ્વારા પકડવામાં આવ્યો હતો,” જાડેજાએ જણાવ્યું હતું કે, હવે આ કેસમાં નોંધાયેલા 20 આરોપીઓમાંથી 9 પોલીસ કસ્ટડીમાં છે.

Vadodara boat tragedy
વડોદરા બોટ દુર્ઘટના રેસક્યુ કામગીરી (ફાઈલ ફોટો)

પરેશ પોલીસ કસ્ટડીમાં આવ્યો હોવાના સમાચાર સાર્વજનિક થયા પહેલા 18 જાન્યુઆરીએ વડોદરામાં બોટ દુર્ઘટના ના ઘટના સ્થળે પરેશનો વીડિયો વાયરલ થયો હતો. વિડિયોમાં, પરેશ સ્થળ પર જોઈ શકાય છે, જ્યારે ફાયર વિભાગ પ્રારંભિક બચાવ કામગીરી કરી રહ્યું છે. પરેશ મીડિયાના પ્રશ્નોને ટાળતો એક વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો વડોદરામાં બોટ દુર્ઘટના મામલે અનેક ખુલાસા : બિન-તરવૈયાને મદદગાર તરીકે રાખ્યો, વધુ 2 સામે ગુનો નોંધાયો

પરેશ VMC ના પૂર્વ શહેરી વિકાસ અધિકારી અને મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સના ભાગીદાર ગોપાલનો સંબંધી હોવાનું કહેવાય છે. બુધવારે SIT એ ગોપાલને છત્તીસગઢના રાયપુરથી પકડ્યો હતો.

ગોપાલ, વ્યવસાયે આર્કિટેક્ટ, પ્લાનિંગ સોલ્યુશન્સ નામની પેઢી ચલાવતો હતો અને 2016 માં કન્સલ્ટિંગ પાર્ટનર તરીકે મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સમાં જોડાયો હતો, જેણે બીજા પ્રયાસમાં હરણીમાં મોટનાથ તળાવને વિકસાવવા માટે ટેન્ટર જીતવામાં ડેવલપરને મદદ કરી હતી. આ ક્ષેત્રમાં “કોઈ અનુભવ” ના હોવાના કારણે VMC શરૂઆતમાં ગેરલાયક ઠર્યા પછી બિડિંગ પ્રક્રિયાને લાયક બનાવવામાં મદદ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ