ગુજરાત સહિત દેશભરમાં લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા ઓળખ બનાવી છેતરપિંડી આચરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરાના વેપારીનો તાજેતરમાં સામે આવ્યો છે. જેમણે ફેસબુક પર ફ્રેન્ડ બનેલ મહિલા મિત્રની વાતોમાં આવી રૂપિયા 95 લાખની મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો છે, હવે સાયબર ક્રાઈમના શરણે પહોંચ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વેપારી ફેસબુક પર થોડા સમય પહેલા સંપર્કમાં આવ્યા અને અહીંથી જ બિઝનેસમેન ઠગ મહિલાની મોહ જાળમાં ફસાતા ગયા અને આખરે 95 લાખ રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યું. વેપારીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ ઓનલાઈન ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે વેપારી ફેસબુક પર મહિલાની જાળમાં ફસાયા
ફરિયાદ અનુસાર, વડોદરાના અલકાપુરી વિસ્તારના દેસાઈ બિઝનેસમેનને ઓક્ટોબર 2023 ફેસબુક પર સ્ટેફ મિઝ નામનીમહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ મળી, તેમણે અજાણી મહિલાની રિકવેસ્ટ સ્વિકારી લીધી, ત્યારબાદ નિયમીત ફેસબુક પર વાતોની આપ લે શરૂ થઈ. સંબંધ ધીમે ધીમે મજબુત થતો ગયો અને વોટ્સઅપ નંબરની આપ લે થઈ હવે વોટ્સઅપ પર પણ વર્ચુઅલ મિત્રતા ખીલી ઉઠી.
સંબંધ મજબુત બનત વિશ્વાસમાં લઈ મહિલા ઠગ સ્ટેફે દેસાઈને હર્બલ પ્રોડક્ટના બિઝનેસની વાત કરી પૈસા કમાવવાનો આઈડિયા આપવાનું શરૂ કર્યું. સ્ટેફે દેસાઈને કહ્યું અમારા દેશમાં હર્બલ પ્રોડક્ટની ખુબ માંગ છે, અને તેઓ વચેટિયા તરીકે કામ કરી ભારતમાંથી હર્બલ પ્રોડક્ટના પેકેટ મોકલી સારો એવો નફો કમાઈ શકે છે. દેસાઈને આ ધંધામાં વધારે ખબર ન હતી, તો સ્ટેફે પોતાના જ સાથીદાર ઠગ ડો. વિરેન્દ્રનો સંપર્ક કરાવ્યો અને અહીંથી માલ ખરીદી મોકલાવી શકો છો.
દેસાઈ અને ડો. વિરેન્દ્રની મુલાકાત થઈ બધુ ગોઠવાઈ ગયું, હવે દેસાઈએ શરૂઆતમાં સેમ્પલ પેકેટ માટે વિરેન્દ્રને પેકેટ માટે 1 લાખ ચૂકવ્યા અને શરૂઆતમાં બધુ આશાસ્પદ લાગ્યું, ત્યારબાદ વિરેન્દ્રએ વધુ પૈસાની માંગ કરી અને વધારે પૈસા કમાવવાની અને નફાની વાત કરી. શરૂઆતમાં નાના નાના પેકેટ બાદ મોટા નફા માટે 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા.
આ પણ વાંચો – Vadodara clash | વડોદરા અથડામણ : સાતની ઓળખ, ચારની ધરપકડ, 25 સામે ગુનો નોંધાયો
ત્યારબાદ વિરેન્દ્ર દ્વારા વધારે પૈસાની માંગ થતા તેમને શંકા ગઈ, અને તેમણે વિરેન્દ્ર પાસેથી રિફંડ માંગવાની વાત કરી દીધી, અને બસ એ દિવસને વિરેન્દ્ર કે સ્ટેફ મિઝ સંપર્ક વિહોણા થઈ ગયા. દેસાઈને તેની સાથે છેતરપિંડી થયાની લાગણી શરૂ થઈ ગઈ, આખરે તેમની પાસે જે પેકેટ હતા તે દેસાઈએ ખોલ્યા તો તેમના પગ નીચેથી જમીન ખીસકી ગઈ. પેકેટોમાં તળેલી ચિપ્સ અને પાઉડરના પેકેટ સિવાય કઈ ન હતું.
દેસાઈએ સ્ટેફ અને વિરેન્દ્રનો સંપર્ક સાધવાનો અનેક પ્રયત્ન કર્યો પરંતુ બંને અદ્રશ્ય થઈ ગયા. આ ઘટના બાદ દેસાઈએ સાયબર ક્રાઈમનો સંપર્ક સાધ્યો અને હવે તેની સાથે કેવી રીતે ઠગાઈ થઈ તે જણાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.