Crocodile Spotted On Vadodara Rooftop: ગુજરાતમાં પડી રહેલા સતત વરસાદના પગલે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા આ શહેરમાં દર ચોમાસામાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય છે. વરસાદની પાણીથી નદી અને શહેર બંને સમાન બની જાય છે. આવી પરિસ્થિતિમાં નદીમાં વસવાટ કરતા મગર શહેરમાં ઘૂસી જાય છે. અને રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાય છે. ત્યારે વડોદરાના એક ઘર ઉપર મગર જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. બીજી તરફ શહેરમાં ઘૂસેલા બે ભીમકાય મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
મગર ઘરની છત ઉપર, વીડિયો વાયરલ
ગુજરાતના વડોદરામાં એક ઘરની છત પર એક મગર જોવા મળ્યો હતો કારણ કે રાજ્યમાં ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકાર જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની છત ઉપર મગર એકદમ નિરાંતે આરામ ફરમાવી રહ્યો છે.
10 ફૂટથી મોટો મહાકાય મગર પકડાયો
મળતી માહિતી પ્રમાણે વડોદરામાં પૂરની સ્થિતિના પગલે સમા વિસ્તારમાં આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર 10 ફૂટથી મોટો મગર દેખાયો હતો. ભીમકાય મગરને જોઈ લોકોમાં ભય ફેલાયો હતો. મગર દેખાયાની જાણ રેસ્ક્યૂ ટીમ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને તંત્રની ટીમે ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરીને પકડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના લોકોએ મોબાઈલમાં કેદ કરી હતી.
ઘૂંટણ સમા પાણીમાં મગરને પકડ્યો
મળતી માહિતી પ્રમાણે મગર જે જગ્યાએ હતો ત્યાં ઘૂંટણસમુ પાણી હતી. એટલે કે મગરને દોડવામાં અને હુમલો કરવામાં સાનુકૂળ પરિસ્થિતિ મળી રહે છે જ્યારે રેસ્ક્યૂ ટીમ માટે જીવનું જોખમ પણ ઊભું થાય છે. જોકે, રેસ્ક્યૂ ટીમે 10 ફૂટ લાંબા મગરને પકડીને વન વિભાગે સોંપી દીધો હતો.
મગર ઘરના વરંડામાં આવી ચડ્યો
આ ઉપરાંત અન્ય એક ઘટનાની વાત કરીએ તો શહેરના કામનાથનગર નરહરિ હોસ્પિટલ રોડ પર 15 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. જેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લવાયો હતો.મળતી માહિતી પ્રમાણે કામનાથ નગર ઘરમાં પાણી ઊતરતા મગર જોવા મળ્યો હતો. મગરના રેસ્ક્યૂની કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓએ સાથે મળીને મગરને પકડ્યો હતો.
ગુજરાત વરસાદની પળેપળની માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો
વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ઘૂસેલા મગરનું રેસ્ક્યૂ
વડોદરામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મગર ઘૂસ્યો હતો. જોકે રેસ્ક્યૂ ટીમે મગરને પકડીને વન વિભાગને સોંપ્યો હતો.





