Vadodara Husband Firing Bedroom : વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સોમવારે ગોળીબારના કેસની તપાસ શરૂ કરી હતી, જેમાં 20 વર્ષીય મહિલાને તેની આંખમાં ગોળી વાગી હતી – કથિત રીતે જ્યારે તેઓ તેમના લગ્નના “પહેલા મહિના”ની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે તેમના પતિ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. – અને ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવવી પડી હતી.
પોલીસે સોમવારે સાંજે જયસિંહ સિકલીગર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમની પત્ની કોમલ કૌર બેડરૂમમાં ગોળીબારમાં ઘાયલ થઈ હતી.
અગાઉના દિવસે, મકરપુરા પોલીસ સ્ટેશનને “જાહેર સ્થળે કથિત ગોળીબાર” ની ઘટના અંગે એક ખાનગી હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો, જેમાં કોમલ કૌર ઘાયલ થઈ હતી.
જેમ જેમ તપાસ શરૂ થઈ, પોલીસે ખાતરી કરી કે, “જાહેર ફાયરિંગ” એ 26 નવેમ્બરની રાત્રે તેમના ઘરમાં બનેલી ઘટનાને ઢાંકવા માટે સિકલીગરના પરિવાર દ્વારા વર્ણવવામાં આવેલી ખોટી કહાની હતી.
ઇન્સ્પેક્ટર જેએન પરમારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આરોપી અને તેના પરિવારે રવિવારે રાત્રે ત્રણ હોસ્પિટલોની મુલાકાત લીધી, જે એસએસજી હોસ્પિટલથી શરૂ થઈ, જ્યાં તેઓએ પ્રથમ બાઇક અકસ્માતની વાર્તા સંભળાવી. પરંતુ પીડિતાની આંખમાં ગોળી વાગી હોવાથી, હોસ્પિટલ દ્વારા વધુ વિગત માટે પૂછ્યું, ત્યારપછી તેઓ ખાનગી હોસ્પિટલમાં ગયા, જ્યાં તેઓએ જણાવ્યું કે, પ્રતાપનગર બ્રિજ પર અજાણ્યા શખ્સોએ દંપતીના આઉટિંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો. જો કે, અમે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે, આવી કોઈ ગોળીબાર સ્થળ પર થઈ નથી.”
કુલ મળીને, કૌરને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પહેલાં પરિવારે ત્રણ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં તેણીની સર્જરી થઈ ન હતી.
પરમારે જણાવ્યું હતું કે, “પીડિતાના પતિનું વર્તન શંકાસ્પદ હતું. જ્યારે ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા તેમના ઘર અને બેડરૂમની તપાસ કરવામાં આવી હતી, ત્યારે સ્પષ્ટ પુરાવા મળ્યા હતા કે, ફાયરિંગ ઘરની અંદર થયું હતું. ટીમે એક ખાલી ગોળી પણ કબજે કરી હતી. ત્યારબાદ, આરોપીએ કબૂલ્યું હતું કે, તેને જ ગોળીબાર કર્યો હતો. તેના કબજામાં રહેલી દેશી પિસ્તોલમાંથી ગોળી નીકળી હતી.”
તેમણે ઉમેર્યું કે, “પીડિતા હજુ બેભાન હોવાથી, અમે હજુ સુધી ઘટના ક્રમ જાણી શક્યા નથી. પરંતુ પ્રાથમિક રીતે, અમને જાણવા મળ્યું છે કે, આરોપી ગેંગસ્ટર બનવાના વિચારથી સંમોહિત હતો. બંદૂક કેવી રીતે લાવ્યો, તે તપાસનો વિષય છે.”
આ પણ વાંચો – Gujarat Hardlook: દારૂ પીવાથી શરૂ, ડ્રગ્સના દુરૂપયોગ તરફ ઈશારો કરે છે, યુવાધન ડ્રગ્સની જકડમાં આવી રહ્યું?
મકરપુરા પોલીસે કૌરના પિતાની ફરિયાદના આધારે FIR દાખલ કરી હતી. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 114 (અપરાધ જ્યારે પ્રેરક હાજર હોય) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.





