વડોદરા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : વડોદરામાં વિવાદ હોવા છતા ભાજપના ડો. હેમાંગ જોશીની ભવ્ય જીત

Vadodara Lok Sabha Election 2024 Result, વડોદરા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : વડોદરા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશીનો કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર સામે 5,82,126 મતોથી જંગી વિજય થયો

Written by Ankit Patel
Updated : June 05, 2024 17:13 IST
વડોદરા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : વડોદરામાં વિવાદ હોવા છતા ભાજપના ડો. હેમાંગ જોશીની ભવ્ય જીત
વડોદરા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશીનો કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર સામે 5,82,126 મતોથી જંગી વિજય થયો

Vadodara Lok Sabha Electio Result, વડોદરા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી ગયા છે . ગુજરાત લોકસભાની વડોદરા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશીનો કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર સામે 5,82,126 મતોથી જંગી વિજય થયો હતો. ડો. હેમાંગ જોશીને 8,73,189 મતો મળ્યા હતા. જ્યારે જસપાલસિંહ પઢિયારને 2,91,063 મતો મળ્યા હતા. આ બેઠક ભાજપ માટે વિવાદાસ્પદ બની હતી કારણ કે ભાજપ દ્વારા પહેલા રંજનબેન ભટ્ટને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે તેમને હટાવવા માટે બળવો થયો અને બાદમાં બદલીને ડો. હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે 2014માં અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ બેઠક ઉપરથી જીત મેળવી હતી. 2014ની ચૂંટણીમાં 570,128 મતોના માર્જિનથી વિજય થયો હતો, જે લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ માર્જિન પૈકી એક છે. જોકે તેમણે વડોદરાની બેઠક ખાલી કરી હતી. અને આ બેઠક ઉપર રંજનબેન ભટ્ટને ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ બે વખત વડોદરા બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

વડોદરા લોકસભા બેઠક પર કેવું મતદાન થયું?

વડોદરા લોકસભા બેઠક પર આ વખતે 61.59 ટકા મતદાન નોંધાયું છે. તો અગાઉની ત્રણ ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો, 2009 માં 49.02 ટકા, 2014માં 70.94 ટકા તો 2019માં 68.18 ટકા મતદાન નોંધાયું હતુ. આ સિવાય વડોદરા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકોના મતદાની વાત કરીએ તો એકોટામાં 60.30 ટકા, માંજલપુરમાં 60.47 ટકા, રાઓપુરામાં 57.95 ટકા મતદાન, સાવલીમાં 65.39 ટકા મતદાન, સયાજીગંજમાં 59.16 ટકા, વડોદરા શહેરમાં 59.76 ટકા, વાઘોડિયામાં 70.29 ટકા મતદાન થયું હતું.

Vadodara Lok Sabha Electio Result,

વડોદરા લોકસભા બેઠક 2019 પરિણામ

વડોદરા બેઠક ઉપર 2019ના પરિણામની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 8,83,719 મત મળ્યા હતા તો કોંગ્રેસના પ્રશાંત ચંદુભાઈ પટેલને 2,94,542 મત મળ્યા હતા. આ ઉપરાંત નાટોમાં 16,999 મત પડ્યા હતા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
રંજનબેન ભટ્ટભાજપ8,83,719જીત
પ્રશાંત ચંદુભાઈ પટેલકોંગ્રેસ2,94,542 હાર
NOTA16,999 

વડોદરા લોકસભા બેઠક 2014 પરિણામ

વડોદરા બેઠક ઉપર 2019ના પરિણામની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 5,26,762 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર અંબાલાલ રાવતને 1,97,256 મત મળ્યા હતા. આ ઉપરાંત નાટોમાં 14,257 મત પડ્યા હતા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
રંજનબેન ભટ્ટભાજપ5,26,763જીત
નરેન્દ્ર અંબાલાલ રાવતકોંગ્રેસ1,97,256હાર
NOTA14,257

વડોદરા લોકસભા બેઠક 2009 પરિણામ

વડોદરા બેઠક ઉપર 2019ના પરિણામની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લને 4,28,833 મત મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ દુલીપસિંહ ગાયકવાડને 2,92,805 મત મળ્યા હતા. બસપાના ઉમેદવાર વિનયકુમાર રમણભાઈ પુરોહિતને 6,163 મત મળ્યા હતા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લભાજપ428,833જીત
સત્યજીતસિંહ દુલીપસિંહ ગાયકવાડકોંગ્રેસ292,805હાર
પુરોહિત વિનયકુમાર રમણભાઈબસપા6,163હાર

વડોદરા લોકસભા બેઠક ઈતિહાસ

વડોદરા લોકસભા બેઠકના ઈતિહાસ વિશે વાત કરીએ તો 1991 માં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટેલિવિઝન અભિનેત્રી દીપિકા ચિખલિયાએ આ બેઠક જીતી હતી. તે સમયે તે હિંદુ ધાર્મિક મહાકાવ્ય રામાયણના અત્યંત લોકપ્રિય ટેલિવિઝન અનુકૂલનમાં હિંદુ ભગવાન રામની પત્ની સીતાની ભૂમિકા ભજવવા માટે જાણીતી હતી .INC ના સત્યસિંહ દિલીપસિંહ ગાયકવાડ 1996માં ચૂંટણી જીત્યા. કુલ મળીને ગાયકવાડ રાજવી પરિવારના ત્રણ સભ્યોએ સાંસદ તરીકે આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે. 1998 થી ભાજપના સભ્ય દ્વારા આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે: જયાબેન ઠક્કરે 1998 થી 2009 સુધી ત્રણ ટર્મ માટે સેવા આપી હતી અને બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાએ 2009 થી 2014 સુધી એક ટર્મ સેવા આપી હતી. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક જીતી હતી. 2014ની ચૂંટણીમાં 570,128 મતોના માર્જિનથી વિજય થયો હતો, જે લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ માર્જિન પૈકી એક છે.

વર્ષજીતેલા ઉમેદવારપાર્ટી
1957ફતેસિંહરાવ ગાયકવાડકોંગ્રેસ
1962ફતેસિંહરાવ ગાયકવાડ કોંગ્રેસ
1967પશાભાઈ પટેલસ્વતંત્ર
1971ફતેસિંહરાવ ગાયકવાડ કોંગ્રેસ
1977ફતેસિંહરાવ ગાયકવાડ કોંગ્રેસ
1980રણજીતસિંહ ગાયકવાડકોંગ્રેસ (આઈ)
1884રણજીતસિંહ ગાયકવાડકોંગ્રેસ
1989પ્રકાશ બ્રહ્મભટ્ટજનતા દળ
1991દીપિકા ચીખલીયાભાજપ
1996સત્યજીતસિંહ ગાયકવાડકોંગ્રેસ
1998જયાબેન ઠક્કરભાજપ
1998જયાબેન ઠક્કરભાજપ
1999જયાબેન ઠક્કરભાજપ
2004જયાબેન ઠક્કરભાજપ
2009બાલકૃષ્ણ શુક્લભાજપ
2014નરેન્દ્ર મોદીભાજપ
2019રંજનબેન ભટ્ટભાજપ
2024ડો. હેમાંગ જોશીભાજપ

ભરૂચ લોકસભા બેઠક 14 ઉમેદવારો

ભરૂચ લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં આ વખતે ભાજપના ડો હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર અમિતકુમાર જાદવ વચ્ચે ખરાખરીનો જંગ છે. ડો. હેમાંગ જોશી પહેલા ભાજપે આ બેઠક ઉપરથી બે વખત વડોદરાના સાંસદ બનેલા રંજનબેન ભટ્ટને મેદાનમાં ઉતર્યા હતા. જોકે સ્થાનિક લોકોમાં ભારે વિરોધ થતાં ભાજપે ડો. હેમાંગ જોશીને મેદાનમાં ઉપાર્યા હતા.

ક્રમઉમેદવારપાર્ટી
1અમિતકુમાર જાદવબસપા
2જસપાલસિંહ પઢિયારકોંગ્રેસ
3ડો. હેમાંગ જોશીભાજપા
4અનિલભાઈ શર્માહિન્દ્રરાષ્ટ્ર સંઘ
5તપન દાસગુપ્તાસોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ)
6હાર્દીક દોશીસત્યવાદી રક્ષક પાર્ટી
7પાર્થિવ દવેરાઈટ ટુ રિકોલ પાર્ટી
8અતુલ ગેમેચીઅપક્ષ
9નિલકંઠકુમાર મિસ્ત્રીઅપક્ષ
10નિલેશ વસાઇકરઅપક્ષ
11મયુરસિંહ પરમારઅપક્ષ
12હેમંતકુમાર પરમારઅપક્ષ
13રાજેશ રાઠોડઅપક્ષ
14ડો. રાહુલ વ્યાસઅપક્ષ

ઉલ્લેખનીય છે કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક ઉપરથી ભારે માર્જીન સાથે જીત્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ