વડોદરા : સ્કૂલ વાન માંથી બે બાળકીઓ રોડ પર પટકાઈ, રૂવાંડા ઉભા કરતો VIDEO વાયરલ

Vadodara School Van Accident CCTV Video : વડોદરામાં સ્કૂલ વાન ચાલકની બેદરકારીને પગલે બે બાળકીઓ ચાલુ વાહનમાંથી રોડ પર પટકાઈ હતી, માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ.

Written by Kiran Mehta
Updated : June 21, 2024 17:10 IST
વડોદરા : સ્કૂલ વાન માંથી બે બાળકીઓ રોડ પર પટકાઈ, રૂવાંડા ઉભા કરતો VIDEO વાયરલ
વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકીઓ રોડ પર પટકાઈ, ગંભીર બેદરકારી

Vadodara School Van Accident CCTV : ગુજરાત સહિત દેશભરમાં વેકેશન બાદ ફરી સ્કૂલો શરૂ થઈ ગઈ છે, માતા-પિતા બાળકોને સ્કૂલે મુકવા-લેવા અથવા સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલી રહ્યા છે, ત્યારે વડોદરામાં સ્કૂલ વાન ચાલકની મોટી બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે બાળકીઓ સ્કૂલ વાનમાંથી રોડ પર પટકાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં એક સ્કૂલ વાન સોસાયટીમાં પૂરપાટ ઝડપે નીકલથી હોય છે ત્યારે અચાનક ચાલુ ઈકો વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાય છે. આ પુરી ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

વીડિયોમાં જોવા મળતા દ્રશ્ય અનુસાર, 19-06-2024 ના રોજ સવારે 11.47 કલાકે એક ઈકો વાન વડોદરાની કોઈ સોસાયટીમાં બાળકોને ભરી પસાર થાય છે, ત્યારે અચાનક પાછળનો દરવાજો ખુલી જાય છે, અને અંદરથી બે બાળાઓ રોડ પર નીચે પટકાય છે.

જોકે, આ ઘટનાના સમયે સોસાયટીમાં રહેતા રહીશ તુરંત બાળકીઓની મદદે આવે છે, અને તેમને સાંત્વના સાથે મદદ કરી છે. ઈકો ચાલક ત્યાંથી આગળ નીકળી જાય છે. સદનશિબે બંને બાળાઓ રોડ પર પટકાયા બાદ ઉભી થઈ શકે છે, પરંતુ તેમાંથી એક બાળકીને પગે વધારે ઈજા પહોંચી હોવાનું જોવા મળી રહ્યું છે, તે ચાલી શકવાની પરિસ્થિતિમાં નથી રહેતી, તેને રહેવાસી ઉપાડી મદદ માટે પોતાના ઘરે લઈ જાય છે.

વડોદરા શહેરની આ ઘટનાના સીસીટીવી વીડિયો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. રાજકોટ, સુરત જેવી મોટી આગની દુર્ઘટનાઓ બાદ તંત્ર દ્વારા આરીટીઓને પણ સૂચના આપવામાં આવી હતી, અને સ્કૂલ વાહનોમાં ઘેટાં-બકરાની જેમ બાળકોને ભરતા સ્કૂલ વાન ચાલકો સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.

Vadodara School Van Accident CCTV Video - 1
વડોદરા સ્કૂલ વાન ચાલક બેદરકારી વીડિયો (વીડિયો ગ્રેબ)

આ પણ વાંચોગુજરાત આજના લેટેસ્ટ સમાચાર : અમદાવાદીઓ રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો થશે FIR, ગુજરાત માં વરસાદ નો આજે વિરામ

આરટીઓ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા, અમદાવાદમાં તો રીતસર સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા, અને વડોદરામાં પણ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ફરી જેસે થે પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ