Vadodara Suicide : વડોદરાથી વધુ એક આપઘાતની એક કરૂણ ઘટના સામે આવી છે. પતિએ પત્ની અને પુત્રની હત્યા કરી પોતે પણ ઝેરી દવા પી ગળા પર બ્લેડ મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, જોકે બચી જતા સારાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરમાં રહેતો પંચાલ પરિવારના તરણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં પત્ની અને પુત્રનું મોત થયું છે, જ્યારે પિતાની હાલત ગંભીર છે. આરોપ છે કે, પિતાએ પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી, ત્યારબાદ ઝેરી દવા પી ગળા પર બ્લેડ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બચી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, વહેલી સવારે વડોદરાના કાલાભુવન પાસે પીરામિતાર રોડ પર આવેલ કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારમાં એક કરૂણ ઘટના સામે આવી છે. પરિવારના મોભી પુરૂષે પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી દીધી, ત્યારબાદ ઝેરી દવા પી ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો, જોકે પાડોશીઓને જાણ થતા તેમણે તુરંત 108 બોલાવી પરંતુ તે પહેલા પત્ની અને પુત્રનું મોત થઈ ગયું હતું, જોકે પતિની હાલત ગંભીર જણાતા તેને હોસ્પિલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પરિવારે આર્થિક ભીંસમાં આવી જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. પોલીસે હત્યા તથા આપઘાત મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પહેલા ગઈ કાલે વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પ્રિત ચૌહામ નામના વિદ્યાર્થીએ ગલેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રિત ચૈહાણ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો અને ફતેહગંજ વિસ્તારમાં રહેતો હતો. તો એક દિવસ પહેલા નંદેસરી વિસ્તારમાં એક પરિણાતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. તો ત્રણ દિવસ માંજલપુર વિસ્તારમાં પહેલા એક યુવકે આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હતો. આ રીતે વડોદરામાં ત્રણ દિવસમાં આપઘાતથી પાંચ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.