/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Vadodara-Accident.jpg)
અકસ્માત ન્યૂઝ
Vadodara Accident : વડોદરાના આજવા રોડ પર આવેલા એક ખાનગી ફિલ્મ સ્ટુડિયો પાસે શનિવારે સવારે અજાણ્યા વાહન સાથે ટુ-વ્હીલરની ટક્કર થતાં બે લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. મહત્વની વાત એ છે કે આ અકસ્માતમાં માતા-પિતાનું મોત થયું છે જ્યારે એક ચાર વર્ષ અને એક એક વર્ષના બાળકનો બચાવ થયો છે. બંને નાના ભૂલકાઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
પોલીસ અનુસાર, હિટ એન્ડ રન મામલામાં દાહોદના એક બાઇક સવાર દંપતી મોત થયું હતું, અને 6 લોકો ઘાયલ થયા હતા. તો એક લક્ઝરી બસ ટ્રક સાથે અથડાવવાના બચવાનો પ્રયાસ કરતી વખતે પલટી ખાઈ ગઈ હતી, પોલીસના જણાવ્યા અનુસાર, તે અકસ્માત જોવા રહ્યો તેમાં ઉભેલા ટ્રક સાથે ટકરાઈ અને ડિવાઈડર સાથે ટકરાતા પલટી મારી ગઈ.
પોલીસે જણાવ્યું હતું કે, બીજો અકસ્માત એક જ જગ્યાએ સવારે 6 વાગ્યાથી અડધા કલાકના સમય ગાળા બાદ થયો હતો. બાઇક સવાર દંપતી મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમના બે બાળકો - ચાર અને એક વર્ષની ઉંમરના - અકસ્માતમાં બચી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, દંપતી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું, તો ટ્રક સુરત તરફ જઈ રહી હતી.
આ દરમિયાન, 60 મુસાફરોને લઈને જતી એક લક્ઝરી બસે ટ્રકને ટક્કર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને કાબૂ ગુમાવ્યો હતો, તે રસ્તા પરથી લપસીને લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયોની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી. બસમાં સવાર છ મુસાફરો ડ્રાઇવર સહિત ઘાયલ થયા હતા.
ઘાયલોને એસએસજી હોસ્પિટલમાં લઈ જવા માટે ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી બસને સ્થળ પરથી હટાવી લેવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ રાજસ્થાનથી સુરત મુસાફરોને લઈને જઈ રહી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક), જ્યોતિ પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "મૃતક દંપતીને બે બાળકો છે, એક ચાર વર્ષનુ અને એક વર્ષનુ. અમે તેમના સંબંધીઓનો સંપર્ક કર્યો છે."
આ ઘટના સંદર્ભે વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ ઈન્સ્પેક્ટર કેકે જાદવે જણાવ્યું હતું કે, "અમે લક્ઝરી બસને પાછળથી ટક્કર મારનાર ટ્રક ડ્રાઈવરની ફરિયાદ નોંધી છે. અમે બસ ડ્રાઈવર અને મુસાફરોના નિવેદન પણ નોંધીશું. દંપતીના મૃત્યુનો કેસ અલગથી નોંધવામાં આવ્યો છે. તેમના સંબંધીઓ દ્વારા "એક એફઆઈઆર દાખલ કરવામાં આવશે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us