scorecardresearch

ભાવનગરમાં મોટો અકસ્માત : વલ્લભીપુરના મેવાસા પાસે ઘાસ ભરેલું આઈસર પટલી મારતા 6ના મોત, 2 ઘાયલ

Vallabhipur Accident : ભાવનગર (Bhavnagar) ના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ (Mevasa Village) પાસે આઈસરે પલટી મારતા 6 મજૂરોના મોત (6 worker killed), બેની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખસેડાયા.

Vallabhipur Accident
ભાવનગરના વલ્લભીપુર અકસ્માતમાં 6ના મોત

Vallabhipur Accident : ભાવનગર (Bhavnagar) જિલ્લામાંથી એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. જિલ્લાના વલ્લીભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે આઈસર ટ્રક પલટી મારી જતા 6 મજૂરોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા વલ્લીભીપુર ગ્રામ્ય પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, અને તપાસ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેવાસી ગામ પાસેથી એક આઈસર ઘાસચારો લઈ ભાવનગર તરફ જઈ રહી હતી તે દરમિયાન આઈસરનું આગળનું ટાયર ફાટી જતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી મારી ગઈ હતી. આ સમયે આઈસરમાં બેઠેલા મજૂર આઈસર નીચે દબાઈ જતા 6 લોકોના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

અકસ્માત થતા રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો અને 108ની ટીમ પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો સંભાળી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

(ફોટો – ગોપાલ કટેસિયા – એક્સપ્રેસ)

અકસ્માતમાં મોતને ભેટનારમાં બે મહિલાઓ (1) મનીબેન ગભરૂભાઈ રાઠોડ (2) કોમલબેન રાઠોડ, તથા ચાર પુરૂષોમાં (3) નવઘણભાઈ રાઠોડ (4)અલ્પેશભાઈ વેગડ (5) સિતુભાઈ ચૌહાણ અને (6) કવાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોવડોદરા: જ્વેલર્સ વેપીરીએ હોટલના રૂમમાં કરી ‘આત્મહત્યા’, પરિવારે કાવતરાનો કર્યો આક્ષેપ

વલ્લભીપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પી ડી ઝાલાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીને જણાવ્યું હતું કે, આઈસર ટ્રક બોટાદના ઝીંઝાવદર ગામથી ભાવનગર ઘાસચારો લઈ જઈ રહી હતી, તે દરમિયાન મેવાસા ગામ પાસે વાહનના આગળનું ટાયર ફાટી જતા આઈસર પલટી મારી ગઈ હતી, આ દરમિયાન ટ્રકમાં ઉપર 8 મજૂર બેઠા હતા, જેમાંથી 6 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમની વલ્લીભીપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માત અંગે માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Web Title: Vallabhipur accident 6 people killed in mevasa village bhavnagar

Best of Express