લોકસભા ચૂંટણી 2024 પરિણામ : વલસાડ બેઠક પર ભાજપના યુવા નેતા ધવલ પટેલનો વિજય, કોંગ્રેેસે બેઠક ગુમાવી

Valsad Lok Sabha Constituency : વલસાડ લોકસભા ચૂંટણી પરિણામ 2024, વલસાડ બેઠક પર ભાજપના યુવા નેતા ધવલ પટેલે કોંગ્રેસના નેતા અનંત પટેલ સામે 2,10,704 મતોથી વિજય મેળવ્યો

Written by Kiran Mehta
Updated : June 05, 2024 17:37 IST
લોકસભા ચૂંટણી 2024 પરિણામ : વલસાડ બેઠક પર ભાજપના યુવા નેતા ધવલ પટેલનો વિજય, કોંગ્રેેસે બેઠક ગુમાવી
વલસાડ બેઠક પર ભાજપના યુવા નેતા ધવલ પટેલે કોંગ્રેસના નેતા અનંત પટેલ સામે 2,10,704 મતોથી વિજય મેળવ્યો

Lok Sabha Election 2024 Valsad Seat : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઇ ગયા છે. વલસાડ બેઠક પર ભાજપના યુવા નેતા ધવલ પટેલે કોંગ્રેસના નેતા અનંત પટેલ સામે 2,10,704 મતોથી વિજય મેળવ્યો હતો. ધવલ પટેલને 7,64,226 મતો મળ્યા હતા. જ્યારે અનંત પટેલને 5,53,522 મતો મળ્યા હતા. વલસાડ બેઠક લોકસભા ચૂંટણીમાં સૌથી મહત્ત્વની બેઠક માનવામાં આવે છે. કારણ કે, કહેવાય છે કે, આ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. તમને જણાવી દઈએ કે વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવાર માટે અનામત બેઠક છે.

ભાજપ ત્રીજી વખત બાજી મારશે?

તમને જણાવી દઈએ કે, વલસાડ બેઠક પર ભાજપ બે વખતથી જીતતી આવી છે. જેમાં ભાજપ ઉમેદવાર કે.સી. પટેલ 2014 માં કોંગ્રેસ ઉમેદવાર કિશન પટેલને હરાવ્યા હતા, તો 2019માં કોંગ્રેસ ઉમેદવાદ જીતુ ચૌધરીને હરાવ્યા હતા. પરંતુ આ વખતે કોંગ્રેંસ અને આપ બંને ગઠબંધન સાથે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેથી ભાજપને આ વખતે કોંગ્રેસ-આપ ગઠબંધન પરિણામમાં જબરદસ્ત ટક્કર આપી શકે છે. તો જોવાનું એ રહેશે કે, ભાજપ આ વખતે ત્રીજી વખત બાજી મારે છે કે નહીં.

વલસાડ લોકસભા બેઠક: કોંગ્રેસ-આપ ગઠબંધન કરશે કમાલ?

વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આપ ગઠબંધન ભાજપને કાંટાની ટક્કર આપી ચોંકાવી શકે છે. આનો અંદાજ આપણે 2022 ના વિધાનસભા ચૂંટણી પરિણામ પરથી લગાવી શકીએ છીએ. કારણે કે વલસાડ લોકસભા અંતર્ગત સાત વિધાનસભા બેઠક આવે છે, જેમાં ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામનો સમાવેશ થાય છે. આ સાત બેઠકો પર 2022માં કોંગ્રેસ અને આપને મળેલા મત પર નજર કરીએ તો, કોંગ્રેસને 350502 મત મળ્યા હતા, અને આપને 262180 મત મળ્યા હતા, તો ભાજપને 690799 મત મળ્યા હતા. આ રીતે ભાજપ કોંગ્રેસ અને આપ કરતા 78117 મત માર્જિનથી જ આગળ છે, જેથી આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી છે.

લોકસભા બેઠક મતદાન ટકાવારી પર એક નજર

વર્ષમતદાન ટકાવારી
200956 ટકા
201474 ટકા
201975 ટકા
202470 ટકા

વલસાડ લોકસભા બેઠક પરિણામ ઈતિહાસ

વલસાડ લોકસભા બેઠક પરિણામના ઈતિહાસની વાત કરીએ તો, વલસાડ બેઠક આઝાદી સમયે સુરત વિસ્તારમાં આવતો હતો, પરંતુ 1957 થી અલગ બેઠક બની ત્યારથી વાત કરીએ તો, આ બેઠક પર કોંગ્રેસ 9 વખત, ભાજપ પાંચ વખત, જનતા દળ અને ભારતીય લોકદળ 1-1 વખત જીત્યા છે. તો જોઈએ વર્ષ પ્રમાણે પરિણામ.

વર્ષપાર્ટીજીતેલા ઉમેદવાર
1957કોંગ્રેસનાનુભાઈ પટેલ
1962કોંગ્રેસનાનુભાઈ પટેલ
1967કોંગ્રેસનાનુભાઈ પટેલ
1971કોંગ્રેસ (ઓ)નાનુભાઈ પટેલ
1977ભારતીય લોકદળનાનુભાઈ પટેલ
1980કોંગ્રેસ (આઈ)ઉત્તમભાઈ પટેલ
1984કોંગ્રેસઉત્તમભાઈ પટેલ
1989જનતા દળઅર્જુન પટેલ
1991કોંગ્રેસઉત્તમભાઈ પટેલ
1996ભાજપમણિભાઈ ચૌધરી
1998ભાજપમણિભાઈ ચૌધરી
1999ભાજપમણિભાઈ ચૌધરી
2004કોંગ્રેસકિશન પટેલ
2009કોંગ્રેસકિશન પટેલ
2014ભાજપડો. કે.સી. પટેલ
2019ભાજપડો. કે.સી. પટેલ

કોણ છે ધવલ પટેલ

વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે, તેમણે સુરતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાંથી બી.ટેક.નો અભ્યાસ કર્યો છે, તો પૂણેની સિમ્બાયૉસિસ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું છે. ધવલ પટેલે 2009થી રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભાજપમાં જોડાયા, ત્યારબાદ 2014 માં સંપૂર્ણ રીતે ભાજપના કાર્યકર બની સક્રિય થયા. ધવલ પટેલ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેશનલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રહી ચુક્યા છે, જેમને ભાજપે આ વખતે લોકસભા ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો – Patan Lok Sabha Constituency : લોકસભા ચૂંટણી 2024 પરિણામ, ભરતસિંહ ડાભી ફરી મારશે બાજી કે ચંદનજી તોડશે વર્ચસ્વ

વલસાડ લોકસભા બેઠક 07 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1અનંતકુમાર પટેલકોંગ્રેસ
2ધવલ પટેલભાજપા
3માણકભાઈ જત્રુભાઈ શંકરબસપા
4ઉમેશભાઈ પટેલબહુજન રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટી
5જયંતિભાઈ શાલુઆવીરો કે વીર ઈન્ડિયન પાર્ટી
6ચિરાગકુમાર પટેલઅપક્ષ
7રમણભાઈ પટેલઅપક્ષ

કોણ છે અનંત પટેલ

વલસાડ લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ (46 વર્ષય) મૂળ વાંસદા તાલુકાના ઉનાઈ ગામના વતની છે. તેમણે પણ રાજકરણમાં પ્રવેશ 2009 થી કર્યો. સૌપ્રથમ સરપંચ તરીકે ચૂંટણી લડી ચૂંટાઈ આવ્યા ત્યારબાદ વાંસદા તાલુકાના પંચાયતના સભ્ય અને અધ્યક્ષ પણ બન્યા અને ગુજરાત કૉંગ્રેસ યુવા મોરચાના મંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે. આ સિવાય 2017 અને 2022 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડી જેમાં બંને વખત જીત મેળવી ધારાસભ્ય બન્યા. આ વખતે કોંગ્રેસે તેમને લોકસભા બેઠક પર ટિકિટ આપી અને ઉમેદવાર બનાવ્યા.

આ પણ વાંચોBanaskantha Constituency: લોકસભા ચૂંટણી 2024 પરિણામ, બનાસકાંઠા બેઠક પર ભાજપ ગઢ સાચવશે કે કોંગ્રેસ પાડશે ગાબડું?

વલસાડ લોકસભા બેઠક – જાતિ સમિકરણ અને મતદાર સંખ્યા

સૌપ્રથમ જાતિગત સમિકરણોની વાત કરીએ તો અહીં સૌથી વધુ વસ્તી ધોડિયા, કુકણા અને નારલી સમાજની છે, જેમાં ધોડિયા પટેલ 4 લાખ મતદાર, પછી કુકણા સમાજના 3 લાખ મતદાર, તો વારલી જાતીના 2.59 લાખ જેટલા મતદારો છે, આ સિવાય ઓબીસી 2.18, જનરલ 2.6, કોળી પટેલ 1.8, આ સિવાય નાયકા અને ભીલ અને લઘુમતિના ભેગા થઈ 1 લાખ, અને અન્ય 2.28 લાખ જેટલા મતદારો છે. તો વલસાડ બેઠક પર કુલ મતદારો 18.54 લાખથી વધુ છે. જેમાં પુરૂષ મતદાર 9,42,655 અને મહિલા 9,11,851 મતદાર અને થર્ડ જેન્ડર 19 જેટલા નોંધાયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ