વલસાડના પેટ્રોલ પંપમાંથી 10 લૂંટારુઓએ 7 લાખથી વધુની ચલાવી લૂંટ, 2ની ધરપકડ

Valsad Petrol pump robbed : વલસાડના કપરાડા (kaprada) ના દકસાલ ગામે (Daksal Village) પેટ્રોલ પંપ પર કર્મચારીઓને બંધક બનાવી સાત લાખની લૂંટ ચલાવવામાં આવી, પોલીસે (Police) બેની ધરપકડ કરી અન્યની શોધ ચાલુ.

Valsad Petrol pump robbed : વલસાડના કપરાડા (kaprada) ના દકસાલ ગામે (Daksal Village) પેટ્રોલ પંપ પર કર્મચારીઓને બંધક બનાવી સાત લાખની લૂંટ ચલાવવામાં આવી, પોલીસે (Police) બેની ધરપકડ કરી અન્યની શોધ ચાલુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Valsad Petrol pump robbed

વલસાડ પેટ્રોલ પંપ લૂંટ

ગુજરાતના વલસાડ જિલ્લામાં એક પેટ્રોલ પંપ પર કર્મચારીઓને બંધક બનાવી લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પેટ્રોલ પંપમાંથી રૂ. 7.34 લાખની લૂંટમાં સંડોવાયેલા 10 લૂંટારાઓની ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisment

કપરાડા તાલુકાના દકસાલ ગામે આવેલ પેટ્રોલ પંપ પાસેથી શુક્રવારે વહેલી પરોઢે ટોળકીએ રોકડની લૂંટ કરી હતી.

અહેવાલો અનુસાર, તીક્ષ્ણ હથિયારોથી સજ્જ 10 થી વધુ માસ્ક પહેરેલા માણસોએ પેટ્રોલ પંપ પર ત્રણ કર્મચારીઓને બાંધી દીધા હતા અને ઓફિસની તિજોરી તોડીને રોકડ સાથે નાસી છૂટ્યા હતા. કારમાં જતા પહેલા લૂંટારુઓ સીસીટીવી કેમેરાના ડીવીઆર અને કર્મચારીઓના મોબાઈલ ફોન પણ લઈ ગયા હતા.

શિવરામ ગાંગુડે નામના કર્મચારીએ કોઈક રીતે પોતાની જાતને મુક્ત કરી વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગાંગુડેએ નાના પોંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisment

એક આરોપી, જે કાર ચલાવી રહ્યો હતો, તેને ઘટનાસ્થળથી લગભગ 20 કિમી દૂર દાદરા અને નગર હવેલી સરહદ પર હુડા ચેકપોસ્ટ નજીકથી પકડવામાં આવ્યો હતો. વાહનમાંથી ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

કારમાં બેઠેલા અન્ય લોકો નજીકના જંગલોમાં ભાગી ગયા હતા, પરંતુ બાદમાં એકને કપરાડા-નાસિક હાઈવે નજીકથી પકડી લેવામાં આવ્યો હતો.

વલસાડના નાયબ પોલીસ અધિક્ષક ડી એન દવેએ જણાવ્યું હતું કે, “વલસાડ પોલીસની એક પેટ્રોલિંગ ટીમ કપરાડા-નાસિક હાઈવે માર્ગ પર હતી. વાનમાં જઈ રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરાભાઈ ભગવાનભાઈએ હાઈવે પર શંકાસ્પદ રીતે ફરતા યુવકને અટકાવી તેની પૂછપરછ કરી હતી. યુવકે તેને જણાવ્યું કે, તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક ગામનો રહેવાસી છે. હેડ કોન્સ્ટેબલ કે જેઓ અગાઉ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે તાલુકામાં આવતા ગામો વિશે જાણતા હતા અને જાણતા હતા કે આવું કોઈ ગામ અસ્તિત્વમાં નથી. હેડ કોન્સ્ટેબલે યુવકને પકડી લીધો અને વધુ પૂછપરછ માટે તેને નાના પોંડા પોલીસ સ્ટેશન લઈ આવ્યો.

આ પણ વાંચો - ગુજરાત: સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે દલિત યુવકોની હત્યા

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “અમે રૂ. 7.34 લાખની લૂંટમાં સંડોવાયેલા બે યુવકોને ઝડપી લીધા છે. લૂંટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે ચાર ટીમો બનાવીને અલગ-અલગ સ્થળોએ મોકલવામાં આવી હતી. આ ગેંગ મહારાષ્ટ્રના પડોશી જિલ્લા પાલઘરના રહેવાસીઓની બનેલી છે. લૂંટમાં ગયેલી રોકડ રકમ હજુ રીકવર કરવાની બાકી છે. અમે લૂંટારાઓએ ઉપયોગમાં લીધેલી કાર અને પેટ્રોલ પંપ પરથી ચોરી કરેલ ડીવીઆર કબજે કર્યું છે. અમે પકડાયેલા બે વ્યક્તિઓના નામ છુપાવ્યા છે, જેથી અમે અન્ય આરોપીઓને પકડી શકીએ.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત પોલીસ