વંદે ભારત ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત, આણંદ નજીક ગાય અથડાતા મુસાફરોના જીવ અધ્ધર

vande bharat train accident : ગઇકાલ ગુરુવારે ભેંસ અથડાયા બાદ શુક્રવારે સાંજે આણંદ નજીક મુંબઇ જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat train) સાથે ગાય (cow) અથડાતા અકસ્માત (accident) સર્જાયો, ટ્રેનમં બેસેલા પેસેન્જરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

Written by Ajay Saroya
Updated : February 20, 2023 12:36 IST
વંદે ભારત ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત, આણંદ નજીક ગાય અથડાતા મુસાફરોના જીવ અધ્ધર

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સતત બીજા અકસ્માત નડ્યો છે. શુક્રવારે મુંબઇ જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat train)ને આણંદ (anand) નજીક ગાય અથડાતા અકસ્માત (train accident) થયો છે. આ અકસ્માતથી ટ્રેનને સાધારણ નુકસાન થયુ છે. વંદે માતરમ ટ્રેનને સતત બીજા દિવસે અકસ્માત નડતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

નોંધનિય છે કે, ગુરુવારના રોજ સવારે 11:18 વાગ્યાની આસપાસ મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat train accident) ને અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો છે. જો કે, આ અકસ્માતથી ટ્રેનની સર્વિસ પર કોઇ અસર કે કોઇને ઇજા થઇ ન હતી.

સતત બીજા દિવસે ટ્રેનને નડ્યો અકસ્માત

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન | Vande Bharat Express Train

પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યુ કે, આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે શુક્રવારે સાંજે લગભગ પોણા ચાર વાગ્યાની આસપાસ ગાંધીનગરથી મુંબઇ જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો છે. ગાયના માલિકની શોધ કરી તેની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

ગુરુવારે ટ્રેન સાથે અથડાનાર ભેંસના માલિક સામે ફરિયાદ

ગુરુવારે વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માત થતો હતો. આ અકસ્માતની ગંભીરને ધ્યાનમાં રાખતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) દ્વારા ભેંસ માલિક વિરોધ કાર્યવાહી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે આ ભેંસ કોની હતી તેના વિશે હાલ માહિતી શકી નથી. નોંધનિય છે કે, ગુરુવારે સવારે ગાંધીનગર-મુંબઇ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર અમદાવાદમાં વટવા ખાતે ચાર ભેંસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચારેય ભેંસના મોત થયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ