Vapi BJP Leader Sailesh Patel Murder : વાપી તાલુકાના ઉપપ્રમુખ અને ભાજપના નેતા શૈલેષ પટેલની ધોળે દિવસે બે બાઈક સવારોએ ફાયરીંગ કરી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે તેમના પર કારમાં ફાયરીંગ થયું હતુ. પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.
મંદિરે પરિવાર સાથે દર્શને ગયા હતા અને ફાયરીંગ થયું
પ્રાપ્ત માહિતી અનુસાર, કોચરવા ગામન વતની અને ભાજપના નેતા તથા વાપી તાલુકા પ્રમુખ શૈલેષ પટેલ વાપીના રાતા ખાડી ગામે શિવ મંદિરે તેમના પરિવાર સાથે સવારે દર્શન કરવા ગયા હતા. તે સમયે તેઓ કારમાં બેઠા હતા અને અચાનક બે હુમલાખોર બાઈક પર આવ્યા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
કારમાં જ બેઠા હતા અને ગોળીઓ મારી દીધી
પોલીસને ફરિયાદી પાસેથી મળેલી માહિતી અનુસાર, વહેલી સવારે શેલેષ પટેલ તેમના પરિવાર સાથે રાતાના શિવ મંદિરે દર્શન માટે ગયા હતા, પરિવાર મંદિરમાં દર્શન કરી રહ્યો હતો, ત સમયે બે અજાણ્યા બાઈક સવાર આવ્યા અને કારમાં બેઠેલા શૈલેષ પટેલ પર ફાયરીંગ કર્યું હતું, જેમાં ભાજપ નેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કારમાં જ ઢળી પડ્યા હતા. લોકો ફાયરીંગનો અવાજ સાંભળી તેમને બચાવવા પહોંચે તે પહેલા જ હુમલાખોરો ફરાર થઈ ગયા. પરિવારે તુરંત પોલીસને જાણ કરી સ્થાનિકોની મદદથી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો – ગુજરાતમાં બે મોટા અકસ્માતમાં 9ના મોત : બારડોલીમાં લગ્નમાં જઈ રહેલો પરિવાર તો જામનગરમાં 3 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા
જૂની આદાવતમાં હત્યાની આશંકા
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરી, જેમાં હાલમાં જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા પરિવારની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે, સાથે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હત્યારાઓ કોણે છેં? કેમ ભાજપના નેતાની હત્યા કરી? તે સમજવા માટે હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ટીમ બનાવી તપાસ તેજ કરી દીધી છે.