ગુજરાતમાં વેદાંત લિમિટેડ વિદેશની ફોક્સકોન કંપનીની સાથે મળીને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ સ્થાપી રહી છે. જે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચર્સ પ્લાન્ટ છે અને હાલ “વેલ્યૂશનનના એડવાન્સ તબક્કામાં” છે, એવું ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર રૂ. 1.54 લાખ કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલા પ્રોજેક્ટનું વિગતવાર ટેકનિકલ અને નાણાકીય મૂલ્યાંકન કરી રહી છે, એવું અધિકારીએ ઉમેર્યું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા મૂલ્યાંકનના એડવાન્સ તબક્કામાં છે. તે ખૂબ જ મોટો પ્રોજેક્ટ હોવાથી નીતિ-નિયમો મુજબ, કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે તેણે સૌથી પહેલા વિગતવાર નાણાકીય મૂલ્યાંકનમાંથી પસાર થવું પડશે. એક ટેકનિકલ ગ્રૂપ છે જે પ્રોજેક્ટના ટેકનિકલ પાસાનું નિરિક્ષણ કરશે. ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ બનશે અને ભારત સરકાર નિર્ણય લેશે.” વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ રાજ્યમાં પ્રોજેક્ટનું સીધું સંચાલન કરે છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વેદાંત- ફોક્સકોને રૂ. 94,000 કરોડના રોકાણ સાથે ડિસ્પ્લે એફએબી (ફેબ્રિકેશન) યુનિટ અને એક ઇન્ટિગ્રેટેડ સેમિકન્ડક્ટર એફએબી યુનિટ તેમજ વધારાના 60000 કરોડના રોકાણ સાથે વધારા આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) ફેસિલિટી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીએ આ પ્રોજેક્ટ્સ ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન)માં સ્થાપવાનું નક્કી કર્યું છે જો કે હજી સુધી પ્લોટની ફાળવણી થઇ શકી નથી.
પ્રોજેક્ટની સ્થાપનાની શરૂઆત અંગેના એક પ્રશ્નમાં નેહરાએ કહ્યું, “અમે તૈયાર છીએ. કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટની તપાસ કરવામાં આવી રહી હોવા છતાં, સમાંતર રીતે, અમે લગભગ સાપ્તાહિક ધોરણે રોકાણકારો સાથે બેઠક કરી રહ્યા છીએ. અમે અમારી બાજુથી બધી બાબતોની રજૂઆત કરી રહ્યા છીએ, જેથી કેન્દ્રની મંજૂરી બાદ સમય બરબાદ ન થાય. આ વાત તેમણે ગુરુવારે સાંજે ગિફ્ટ સિટી ખાતે એક કાર્યક્રમ દરમિયાન જણાવી હતી.
રાજ્ય સરકારની નવી ‘સેમિકન્ડક્ટર પોલીસી’ હેઠળ પ્રોજેક્ટ માટે 70 ટકા ડિસ્કાઉન્ટ ભાવ ઉદ્યોગોને જમીન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર હાલમાં વેન્ડર અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સ સાથે વાટાઘાટ કરી રહી છે જેઓ વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટ સાથે આવશે. “જ્યારે FAB યુનિટની સ્થાપના કરવામાં આવશે, ત્યારે સાધનો અને મશીનરી વિવિધ દેશોમાંથી આયાત કરવામાં આવશે. તેમાં યુરોપની એડવાન્સ મશીનરીઓનો સમાવેશ થાય છે. અમે ઇકોસિસ્ટમ પાર્ટનર્સ માટે કેટલીક જમીનને ઓળખી કાઢી છે. અમારી પાસે માસ્ટર પ્લાન તૈયાર છે,” એવું અધિકારીએ ઉમેર્યું.
રાજ્ય સરકારના અધિકારીઓ ગયા અઠવાડિયે “રોડ શો” માટે તાઇવાન ગયા હતા. તેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં મોટી સંખ્યામાં સેમિકન્ડક્ટર કંપનીઓને આકર્ષવાનો છે. “આ પહેલી ઘટના છે જ્યારે અમે કોઈપણ ઉદ્યોગ સંસ્થાની મદદ વિના રોડ શોનું આયોજન થઇ રહ્યુ હતુ. રોડ-શોની આયોજક માત્ર રાજ્ય સરકાર હતી, ભારતીય દૂતાવાસ દ્વારા મદદ કરવામાં આવી હતી. મને લોકો આવશે કે નહીં તેની ચિંતા હતી. જોકે મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા. ડઝનબંધ કંપનીઓએ રસ દાખવ્યો છે. દરેક જણ જાણે છે કે અહીં સરકાર તરફથી ઘણી મદદ મળે છે. આવા પ્રોજેક્ટોથી અમદાવાદ અને ભાવનગર વચ્ચેનો ઔદ્યોગિક પરિદ્રશ્ય બદલાશે.” એવું તેમણે ઉમેર્યું.
ગુરુવારે નેહરા અને અન્ય રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીમાં દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા – ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઑફ ઇન્ડિયા (ELCINA) – અને ગુજરાતના IT એસોસિએશન GESIA વચ્ચે રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન સિસ્ટમ્સની વ્યૂહાત્મક ભાગીદારી અને ક્ષેત્રના વિકાસ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.