ગુજરાત માં વરસાદ નું રેડ એલર્ટ : 10 જિલ્લામાં અતિથી અતિભારે, તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

Very Heavy Rain Forecast in Gujarat : ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો 15 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Very Heavy Rain Forecast in Gujarat : ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો 15 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Very Heavy Rain Forecast

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી

Gujarat Very Heavy Rain Forecast : ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે એટલે કે અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય 10 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

તમને જણાવી દઈએ કે, વહેલી સવારથી જ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને જુનાગઢને ઘમરોળી નાખ્યું છે. સૌથી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખંભાળિયામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાત : 10 જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે તેના ટ્વટર હેન્ડલ પર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. 10 જિલ્લામાં અત્યાંત ભારે વરસાદ થઈ શકે છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યાંત ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાત : 15 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના

IMD Ahmedabad Rain Forecast
અમદાવાદ હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોનાથ અને ભાવનગરમાં તો ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં, આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

Advertisment

આ પણ વાંચો - ગુજરાત વરસાદ આગાહી : આજે રાજ્યના આ 10 જિલ્લામાં ભારે-અતિભારે વરસાદની સંભાવના, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાત 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આ સિવાય 10 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા અને આણંદમાં ભારે વરસાદ પડી શકે છે.

વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત